True Story: આતંકના અંતનો આખરી નિર્ણય: ATSની ટીમ પર ફાયરિંગ થયું અને ઓપરેશન નિષ્ફળ રહેતા DIG સમસમી ઉઠ્યાં

True Story: સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવસની સાંજ હતી, પણ ગુજરાત પોલીસ (Gujarat Police)ની એક સર્વોચ્ચ એજન્સીમાં ઓપરેશન પાર પાડવાનો ભારે સળવળાટ હતો.

True Story: આતંકના અંતનો આખરી નિર્ણય: ATSની ટીમ પર ફાયરિંગ થયું અને ઓપરેશન નિષ્ફળ રહેતા DIG સમસમી ઉઠ્યાં
Real Story: Final decision to end terror: ATS team fired and DIG panicked after operation failed
Follow Us:
Mihir Bhatt
| Edited By: | Updated on: Jun 15, 2021 | 5:26 PM

ભાગ-૧ (સત્ય ઘટના) True Story: રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવસની સાંજ હતી, પણ ગુજરાત પોલીસ (Gujarat Police)ની એક સર્વોચ્ચ એજન્સીમાં ઓપરેશન પાર પાડવાનો ભારે સળવળાટ હતો. વંથલી તાલુકાના જંગલમાં આવેલા રવની ગામ નજીકની એક વાડીમાં ATS (Gujarat Anti Terrorist Squad) ના અધિકારીઓ એક ઓપરેશનની તૈયારી કરી રહ્યાં હતા.

રવની ગામથી થોડે દૂર જંગલમાં આવેલી એક વાડીમાં કુખ્યાત આરોપી પોતાના ભાઇઓ સાથે કબાબની મિજબાની માણી રહ્યો હોવાની બાતમી હતી. આ કુખ્યાત ડાકુ જંગલના જનાવરો કરતા પણ વધુ વહેશી હતો. ગમે તે ભોગે તેના આતંકનો સફાયો કરવાનો હુકમ ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આપી ચૂક્યા હતા. આ વાડીમાં એક ડીઆઈજીની અધ્યક્ષતામાં ૩૦થી વધુ પોલીસકર્મીઓ, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ જોડાયેલી હતી તે તમામ પોલીસકર્મીઓ બૂલેટપ્રૂફ જેકેટ પહેરી રહ્યાં હતા. પોતાના હથિયાર રાઉન્ડ (બૂલેટ)થી ભરી રહ્યાં હતા.

એક ભેદી સન્નાટા વચ્ચે તમામ પોલીસકર્મીઓ પોતપોતાની જવાબદારી માટે સજ્જ થઇ રહ્યાં હતા. ઓપરેશનમાં કોઇ પણ ખામી ન રહે અને છેલ્લી ઘડીએ કોઇ વસ્તૂના અભાવે ઓપરેશન નિષ્ફળ ન જાય તે માટે પોલીસકર્મીઓએ ખીસામાં ટેસ્ટર પણ લીધા હતા. અનુભવી પોલીસકર્મીઓને ખ્યાલ હતો કે, જંગલમાં કેટલાક ખેડૂતો જનાવરોથી બચવા ઝટકા (તારમાં કરંટ) લગાવે છે, તો તારમાં કરંટ ચેક કરી શકાય.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રસ્તામાં કૂતરાં ભસે તો તેમને શાંત કરવા ખીસામાં પારલે-જી બિસ્કિટના બે-બે પેકેટ પણ ભરાવ્યાં. ક્યાંક તારની વાડ આવે તો કાપવા કટર, પક્કડ અને બેટરીથી ચાલતી ડ્રેગન લાઇટ લીધી. હવે જે વાડીમાં આરોપીને પકડવાનું ઓપરેશન પાર પાડવાનું હતુ ત્યાં સુધી પહોંચવા પોલીસે સરકારી વાહનો નહીં પણ આસપાસના ગામમાંથી ટૂ વ્હીલર મંગાવ્યાં. કારણ જંગલના ઉબડખાબડ ઢોળાવ પર ગાડીથી પહોંચવું શક્ય ન હોતું.

ડીઆઈજીનો હુકમ હતો કે, ‘કોઇ પણ રીતે પોલીસની હાજરીની આરોપીઓને ખબર ન પડવી જોઇએ માટે રસ્તામાં ટૂ વ્હીલરની લાઇટ પણ કરવાની નથી..!’ જંગલના જાણકારોને ખબર છે કે, રાતે જંગલમાં થતી લાઇટ પરથી સ્થાનિક લોકો અવર જવરને કળી જતા હોય છે. ઉપરાંત ૧૫થી વધુ ટૂ વ્હીલરની લાઇટ એક સાથે જંગલમાં દેખાય તો ચબરાક આરોપીઓ એલર્ટ થઇ જાય તે નક્કી હતું. આરોપીઓ એક બકરાને વધેરીને મિજબાની માણવાના છે એવી ચોક્કસ બાતમી હતી. માટે પોલીસ આ મિજબાની શરૂ થવાની રાહ જોઇ રહી હતી.

રાત્રે ૯ વાગ્યે એક સાથે ત્રાટકવાનો નિર્ણય કરાયો. વાડીને પહેલાં ચારેય બાજુથી ઘેરી લઇ એક સાથે ડ્રેગન લાઇટની ફ્લેશ પાડીને માઇકમાં જાહેરાત કરવી કે, ‘પોલીસે તમને ચારેય બાજુથી ઘેરી લીધા છે’. ચારેય બાજુથી લાઇટો જોઇ આરોપીઓ સમજી જશે કે તે ઘેરાઇ ગયા છે અને તાબે થઇ જશે..! ફિલ્મી પ્લોટ જેવો લાગતો ફુલપ્રૂફ પ્લાન તૈયાર થયો અને ટૂ વ્હીલર પર પોલીસ નીકળી. ડીઆઈજી પણ એક ભરેલા હથિયાર સાથે ટૂ વ્હીલર પર ટીમને લીડ કરવા આગળ રહ્યાં. જુસબ અને તેના ભાઇ સલીમ સાન, અમીન સાન અને રહીમ જે વાડીમાં હતા ત્યાંથી દોઢ કિલોમીટર દૂર પોલીસે પોતાના ટૂ વ્હીલર મૂકી દીધા.

હવે વાડીને ચારેય બાજુથી ઘેરી લેવા અલગ અલગ ગ્રૂપ બનાવાયા અને વાડી સુધી ચાલતા જવાનું નક્કી થયું. પોલીસે વાડીને ઘેરી લીધી અને લાઇટ કરતાની સાથે જ વાડીમાં હાજર જુસબ અને તેના ભાઇઓએ ફાયરિંગ કર્યા, નાસભાગ મચી ગઇ. અંધારામાં ચારેય બાજુ ગોઠવાયેલી પોલીસે પણ વળતા જવાબમાં હવામાં ફાયરિંગ શરૂ કર્યા અને જંગલ ધાણીફુટ ગોળીબારના ધડાકાઓથી ધણધણી ઊઠ્યુ. નાસભાગ વચ્ચે પોલીસે રહીમ અને સલીમને પકડી પાડ્યા. જો કે, પોલીસને આશ્ચર્ય અને આઘાતજનક આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે જાણવા મળ્યું કે, જુસબ પોલીસના ‘ચક્રવ્યૂહ’ને ભેદીને ફરાર થઇ ગયો.

ફુલપ્રૂફ પ્લાન હોવા છતાં ઓપરેશન નિષ્ફળ રહ્યું! આ ઓપરેશન હતુ જૂનાગઢના જંગલમાં આતંક મચાવતા કુખ્યાત જુસબ ઉર્ફ જુસો અલ્લારખા સંધીને પકડવાનું. ઓપરેશનને લીડ કરી રહ્યાં હતા ATSનાં ડીઆઈજી હિમાંશુ શુક્લા. તેમની ટીમમાં ઓપરેશન સમયે અનેક દમદાર અધિકારીઓ હતા જેણે ભૂતકાળમાં જીવના જોખમે માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ સ્થાનિક પોલીસની મદદ વગર અનેક ઓપરેશન સફળતાથી પાર પાડ્યા હતા.

ઓપરેશન નિષ્ફળ રહેતા જ હિમાંશુ શુક્લા સમસમી ઊઠ્યા. જુસબ ફરાર હતો પણ તેના પકડાયેલા ભાઇઓની પોલીસકર્મીઓ હજુ જગ્યા પર જ ધોલધપાટ અને પટ્ટાના જોરે પૂછપરછ કરી રહ્યાં હતા. જુસબ ફરાર થતા પોલીસકર્મીઓમાં સર્જાયેલી હડબડાટની સ્થિતિ વચ્ચે પણ હિમાંશુ શુક્લા શાંત ઊભા હતા. બન્ને હાથ ખીસામાં નાખી તંદ્રામાં સરી પડેલા હિમાંશુ શુક્લાએ ઉંડો શ્વાસ ભર્યો અને નિર્ણય કર્યો…. ‘જબ તક તોડેગે નહીં…તબ તક છોડેગે નહીં…!’

સૌરાષ્ટ્ર, બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષો પહેલા સૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માગ પણ ઊઠી હતી. પણ એ માગને કોઇ વધુ સમર્થન મળ્યું નહીં. હા, પણ એટલું ચોક્કસ છે કે, સો-રાષ્ટ્રો જેટલી વિભિન્નતા અહીં એકલા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.

‘મીઠી ભાષા, માયાળુ લોકો, હાવજની ડણક ને દરિયાકાંઠો. માં ખોડિયારથી માંડીને સોમનાથ દાદો…જ્યાં રાજા બન્યો ‘તો મોરલીવાળો..!

સૌરાષ્ટ્ર પોતાની અંદર એક વિશેષતા તો ધરાવે જ છે, પરંતુ તેમાં આવેલુ ગીરનું જંગલ પોતાની અંદર અનેક એવી વાર્તાઓ સંગ્રહ કરીને બેઠું છે કે જેની વાતો કરતા આજે પણ લોકસાહિત્યકારો થાકતા નથી. આ જ સૌરાષ્ટ્રના એવા કેટલાય બહારવટિયા થઇ ગયા જેની ખાનદાનીના દાખલા આજે પણ યાદ કરાય છે. પણ, ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવા કેટલાક એવા પણ ડાકુ થઇ ગયા જેમણે અહીંની ખમીરવંતી પ્રજા માટે નીચા જોણુ કર્યું.

લગભગ ચાર દાયકા જૂની વાત છે, ગીર જંગલમાં આવેલા સેમરડી ગામની સીમમાંથી કેટલાક સિંહોના મૃતદેહ દાટી દીધેલા મળી આવ્યાં. તપાસમાં તમામ સિંહના શિકાર થયાનો ઘટસ્ફોટ થયો. જેના પગલે પ્રકૃતિપ્રેમીઓએ ઉહાપોહ મચાવેલો અને સમાચાર માધ્યમોએ ખૂબ લડાવી લડાવીને એ ઘટના જનતા સમક્ષ રજૂ કરેલી. આ ઘટનાએ એટલું ગંભીર રૂપ ધારણ કર્યું હતુ કે, બીબીસી લંડનના પત્રકારે તો જગ્યા પર જઇ વીડિયો સાથે સમાચાર લીધા અને પ્રસિધ્ધ કર્યા હતા. જેથી સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પડઘા પડ્યા. એશિયાટિક લાયનના એકમાત્ર ઘર ગણાતા ગીરમાં સાવજના શિકારની ઘટનાએ ના માત્ર રાજ્ય સરકાર, પરંતુ કેન્દ્રની સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હતી.

સિંહના શિકાર માટે વનતંત્રની અણઆવડત અને બેદરકારી તો છતી થયેલી. પરંતુ આ સિંહનો શિકાર કરનાર મુખ્ય સુત્રધાર અને સેમરડી ગામના હમાલ હસનને પોલીસ પકડી નહીં શકવાના કારણે પોલીસ પર પણ માછલાં ધોવાવા લાગ્યા હતા. જેમ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક અને કેરલના જંગલોમાં જે આંતરરાષ્ટ્રીય ચંદનચોર વિરપ્પનને તે સમયે ત્યાંની સરકારો પકડી શકતી નહતી તેમ ગુજરાતના ગીરના જંગલમાંથી શિકારી હમાલ હસનને અમરેલી અને જૂનાગઢ જિલ્લાનું વનતંત્ર પકડી શકતુ ન હતું.

હમાલ હસન (જેને મીડિયાએ ‘ગીરનો વિરપ્પન’નું બીરૂદ આપ્યું હતુ) તે એકલો હથિયાર વગર ધારીના દલખાણીયા, ખાંભાના ગીદરડી, કોડીનારના ઘાટવડના જંગલોમાં તેમજ વિસાવદર, ગીરગઢડા, અને તાલાળાના જંગલોમાં છુપાતો ફરતો. (તે સમયે) ૪૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગીરનાં જંગલનો તે ભોમિયો હતો. વનતંત્ર તેને પકડવામાં વામણુ સાબિત થતુ હતું. રાજય સરકારે ગીરના જંગલને ફરતે આવેલા પોલીસમથકોને પણ ખાસ હુકમ કરીને હમાલ હસનને પકડવા માટે આદેશો આપેલા તેમ છતાં તે પકડાતો નહતો. તે સમયે રાજ્ય સરકારે તત્કાલીન રાજય પોલીસ વડા પી.કે દત્તાને આ શિકારીને પકડી પાડવા તાકીદ કરી હતી.

ડીજીપી દત્તાએ હમાલને પકડવા જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સફળતાપૂર્વક ફરજ બજાવી ગયેલા અધિકારીઓને એકઠા કર્યા. દત્તાએ તે સમયે વનવિભાગના અધિકારીઓની આગેવાનીમાં દોઢ હજાર જેટલા પોલીસજવાનો જેમાં પોલીસ, એસ.આર.પી.નો પણ સમાવેશ થતો હતો તે બધાને એકઠા કર્યા. ઉપરાંત વનવિભાગના કર્મચારીઓને બોલાવી ‘ઓપરેશન હમાલ હસન’ શરૂ કર્યુ. દોઢ હજારથી વધુ સુરક્ષાકર્મીઓએ જંગલ વિભાગના કર્મચારીઓ સાથે મળીને જંગલ ફેંદવાનું શરૂ કર્યું.

આ ઓપરેશનનું સુપરવિઝન જાતે પોલીસ દળના વડા દત્તા કરતા હતા. તે આ ઓપરેશન દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસીને જંગલના સર્ચમાં નીકળ્યા હતા. અફસોસ, શરૂઆતમાં આ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું હતુ. આ મહાઅભિયાન પૂરું થયા પછી થોડા જ દિવસમાં કોડીનારના એક પત્રકારે ગીરના જંગલમાં જઈ હમાલ હસનનો ઈન્ટરવ્યુ કર્યો. ઇન્ટર્વ્યુ પ્રસિધ્ધ થતાં જ વનતંત્ર તો ઠીક પણ પોલીસદળ ઉપર પણ માછલાં ધોવાવા લાગ્યા કે એક માત્ર પત્રકારને આ ગુનેગારની ભાળ મળતી હોય તો આવા હજારોની સંખ્યા વાળા તંત્રને કેમ નહીં? પરંતુ, પોલીસે તેને પકડી પાડવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

પોલીસે હમાલની એક પ્રેમિકાની પણ રેકી કરી હતી. જેના ઘરે હમાલ ક્યારેક આવતો હોવાની બાતમી હતી. મહિનાઓ બાદ એક દિવસ હમાલ હસન ખાંભાના ગીદરડીના જંગલમાંથી અમરેલી પોલીસના હાથે ‘ઊંઘતા’ ઝડપાઇ ગયો. ત્યારબાદ કોડીનાર પોલીસ હમાલને એક હત્યા કેસની તપાસમાં ટ્રાન્સફર વોરંટથી લઇ ગઇ હતી. જ્યાં કોડીનારના ઘાટવડના જંગલમાં હમાલે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને અથડામણમાં ઠાર મરાયો હતો.આ સમયે ત્યાંના પોલીસ અધિકારી હતા જી.જી ઝાલા.

વર્ષો બાદ હમાલને યાદ કરાવતો વધુ એક ડાકુ જુસબ અલ્લારખા ઊગી નીકળ્યો. જુસબ વિરુધ્ધ જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ જિલ્લા અને એટીએસ સહિત પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૪ ગુના નોંધાયા હતા. જેમાં રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન, જુનાગઢ શહેરના ‘એ’ ડિવિઝન અને તાલુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના બાવળા અને રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન મળી કુલ પાંચ હત્યાના ગુના, જ્યારે એટીએસ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હથિયારધારાના ૧૨ કેસ અને હત્યાના પ્રયાસ તથા મારામારી અને ધમકી આપવાના કુલ ૫ કેસ નોંધાયેલા હતા.

જ્યારે ચોરી અને ધાડના પણ ગુના તેની વિરુધ્ધ હતા. જુસબની ક્રાઇમ કુંડળી આટલી મોટી થઇ ત્યાં સુધી પોલીસે તેના વિરુધ્ધ ભેદી સંજોગો કહો, કે પછી આળસ, તેને પકડવા કોઇ ખાસ લક્ષ્ય રાખ્યુ નહોતું. પરંતુ પાપનો ઘડો એક દિવસ તો ભરાવાનો હતો…! જુસબ ગંભીર ગુનાઓ આચરતો જતો હતો અને પોલીસને તેને પકડવામાં રસ નહોતો.

આ વાતનો અંદાજ પણ તેને આવી ગયો હતો. જુસબ હવે વધુ ગંભીર ગુના આચરતા પણ ખચકાતો નહીં. જુસબ બંદૂક જેવા હથિયાર રાખતો અને પોલીસ પર હુમલા પણ કરી દેતો. તેના જ કારણે તેને પકડવા મસમોટા પોલીસ સ્ટાફ, કારતૂસ ભરેલા વેપન અને બૂલેટપ્રૂફ જેકેટની પોલીસને જરૂર પડી હતી. જુસબે હવે સોપારી લેવાની પણ શરૂ કરી દીધી હતી અને આ તેની જિંદગીની મોટી ભૂલ સાબિત થવાની હતી. (ક્રમશ:)

નોંધ- આ સ્ટોરીનો બીજો ભાગ 16 જુનનાં રોજ પ્રકાશિત થશે. આ સ્ટોરી નથી પરંતુ એક સત્ય ઘટનાં છે અને તે ત્રણ ભાગમાં છે તો જોતા રહો ટીવી નાઈનની વેબસાઈટ 

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">