Rathyatra 2021 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે કર્ફ્યૂ પાળવા સ્થાનિક આગેવાનોની લોકોને અપીલ

|

Jul 11, 2021 | 5:24 PM

પોલીસ કર્મચારીઓએ પોલીસ વાનમાં લગાવેલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને જાહેરનામા અંગે મેસેજ પણ આપ્યો હતો. તેમજ લોકોને જાહેરનામાની કોપીનું વિતરણ પણ કર્યું. જેથી રથયાત્રા રૂટમાં રહેલ તમામ લોકો જાગૃત બને અને તમામ બાબતોથી અવગત થાય.

Rathyatra 2021 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે કર્ફ્યૂ પાળવા સ્થાનિક આગેવાનોની લોકોને અપીલ
Ahmedabad Rathyatra Route Cheking By Police

Follow us on

અમદાવાદ(Ahmedabad) માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા(Rathyatra) ને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં રથયાત્રાને કરફ્યુ અને પ્રોટોકોલ સાથે મંજૂરી આપવામાં આવી તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક વિસ્તારોમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કરફ્યુ સમયે લોકો ઘરની બહાર ન નીકળે

જે પ્રયાસના ભાગ રૂપે રવિવારે શાહપુર વિસ્તારના આગેવાન તેમજ શાંતિ સમિતિ સભ્ય સાથે પોલીસે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. જેમાં તમામે કરફ્યુ જાહેર કરેલ વિસ્તારમાં જઇ દુકાનદાર તેમજ પોળમાં રહેતા લોકોને સમજ આપી હતી કે તેઓ કરફ્યુનું પાલન કરે. કરફ્યુ સમયે દુકાન ન ખોલે. કરફ્યુ સમયે લોકો ઘરની બહાર ન નીકળે. તેમજ ઘરમાં પોતાના પરિવાર સિવાય અન્ય કોઈને બોલાવી ભીડ એકત્ર ના કરે. જેવા તમામ પ્રકારના સૂચનો કર્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તો સાથે જ પોલીસ કર્મચારીઓએ પોલીસ વાનમાં લગાવેલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને જાહેરનામા અંગે મેસેજ પણ આપ્યો હતો. તેમજ લોકોને જાહેરનામાની કોપીનું વિતરણ પણ કર્યું. જેથી રથયાત્રા રૂટમાં રહેલ તમામ લોકો જાગૃત બને અને તમામ બાબતોથી અવગત થાય.

બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે રથયાત્રા રૂટનું ચેકીંગ કર્યું

એટલું જ નહીં સાથે બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે રથયાત્રા રૂટનું ચેકીંગ કર્યું. જેમાં તેઓએ મકાન, દુકાન, ફૂટપાથ,છત, રેલિંગ. અને વાહનો સહિત શંકાસ્પદ લાગતી જગ્યા પર સામાન ખસેડીને તપાસ કરી. જેથી રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવે. તેમજ કોઈ ઘટના ન બને અને કોઈ દુર્ઘટના થતા ટાળી શકાય.

એએમસીની કામગીરીને લઈને લોકોમાં નારાજગી

તો બીજી તરફ રથયાત્રા રૂટમાં એએમસીની કામગીરીને લઈને લોકોમાં નારાજગી જોવા મળી. લોકોના આક્ષેપ હતા કે જ્યારે કરફ્યુ છે અને જનતા ને રથયાત્રામાં આવવા મંજૂરી નથી આપી ત્યારે દર વર્ષે લોકોને રોકવા જે રેલિંગ લગાવાય છે તે રેલિંગ આ વર્ષે કોઈને મંજૂરી નથી આપી તો શું કામ નાખવામાં આવી. શુ રેલિંગ નાખીને amc કૌભાંડ આચર્યું છે તેવા સ્થાનિકોએ આક્ષેપ ઉઠાવ્યા. તો કરફ્યુ દરમિયાન લોકોને હાલાકી પડશે તેવા પણ આક્ષેપો ઉઠ્યા છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવા લોકોએ માંગ કરી

આ પણ વાંચો : સમગ્ર પૃથ્વીની સંચાર પ્રણાલી થઈ શકે છે જામ ! લાખો ટન સુપર હોટ ગેસ પૃથ્વી તરફ વધી રહ્યો છે આગળ

આ પણ વાંચો : અમેરિકન ગુજરાતી સિયા પરિખ, ફ્રાન્સ ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં મોડલ તરીકે જોવા મળશે

Published On - 5:10 pm, Sun, 11 July 21

Next Article