સમગ્ર પૃથ્વીની સંચાર પ્રણાલી થઈ શકે છે જામ ! લાખો ટન સુપર હોટ ગેસ પૃથ્વી તરફ વધી રહ્યો છે આગળ

સૂર્યની સપાટી પરથી લાખો ટન સુપર હોટ ગેસ નીકળી અને પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે 2020માં સૂર્યએ પોતાની નવી 11 વર્ષની સાઈકલ શરૂ કરી છે. જે 2025માં ટોચ પર પહોંચવાની સંભાવના છે.

સમગ્ર પૃથ્વીની સંચાર પ્રણાલી થઈ શકે છે જામ ! લાખો ટન સુપર હોટ ગેસ પૃથ્વી તરફ વધી રહ્યો છે આગળ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 3:10 PM

કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે વધુ એક આકાશી આફત પૃથ્વી તરફ આગળ વધી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સૂર્યની સપાટી પરથી લાખો ટન સુપર હોટ ગેસ (Super Hot gases) નીકળી રહ્યા છે, જે પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ ઘટનાને સત્તાવાર રીતે ‘કોરોનલ માસ ઇજેક્શન’ (Coronal Mass Ejection) તરીકે ઓળખવામાં આવે છે.

ખાનગી સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર આ વાયુ સૂર્યથી થોડા દિવસ પહેલા બહાર નીકળ્યો હતો.  તે પૃથ્વીને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો શક્તિશાળી નથી પરંતુ તે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી ભૂ-ચુંબકીય (Geomagnetic Storm) તોફાન અથવા સૌર તોફાનને જન્મ આપી શકે છે. મોટાભાગના લોકોને તેનો ખ્યાલ પણ નહીં આવે, પરંતુ ભવિષ્યમાં તેના દૂરગામી પરિણામો જોવા મળશે.

વૈજ્ઞાનિકોના મતે આ ઘટના ચિંતાનો વિષય છે કારણ કે વર્ષોની નિષ્ક્રિયતા બાદ સૂર્ય અચાનક જાગ્યો છે. આનો અર્થ એ કે, ભવિષ્યમાં પણ આવું જ કંઈક થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, સુપર હોટ વાયુ કોઈના માટે સીધી હાનિકારક નથી પરંતુ તેઓ પાવર ગ્રીડ અને રેડિયો કોમ્યુનિકેશન્સને અસર કરશે અને એરલાઇન્સના જવાનો અને મુસાફરોને ઝેરી કિરણોત્સર્ગમાં લાવવાની ગંભીર સંભાવના છે. આ વાયુ સેટેલાઇટ કાર્યક્રમોને પણ અસર કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મહત્વનું છે કે, ગયા વર્ષે એટલે કે 2020માં સૂર્યએ પોતાની નવી 11 વર્ષની સાઈકલ શરૂ કરી છે. જે 2025માં ટોચ પર પહોંચવાની સંભાવના છે. જેને લઈ સૌર તોફાન જેવી ઘટનાઓ આગામી વર્ષોમાં વધી શકે છે. છેલ્લી વખત પૃથ્વીએ લગભગ 17 વર્ષ પહેલા આવા સૌર તોફાનનો સામનો કર્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સૌર વાવાઝોડા અવકાશની હવામાનની સ્થિતિને ખરાબ રીતે અસર કરી શકે છે. ઉપરાંત તેની અસર પૃથ્વી પર પણ થઈ શકે છે. આ કમ્યુનિકેશન સિસ્ટમોને જામ કરી શકે છે, જીપીએસ સિસ્ટમોને બિનઉપયોગી બનાવી શકે છે.

આ પણ વાંચો: વાલિયા – નેત્રંગ રોડ ઉપર શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલ્ટી જતા 11લોકો ઈજાગ્રસ્ત થયા

આ પણ વાંચો: Kheda: ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી જગન્નાથની રથયાત્રા, કોવિડ પ્રોટોકોલનું કરાયું પાલન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">