Breaking News : વડોદરાથી રંજનબેન ભટ્ટ લોકસભા ચૂંટણી નહીં લડે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કારણ જણાવ્યુ

|

Mar 23, 2024 | 11:23 AM

એક તરફ લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. રાજકીય પક્ષોએ કેટલાક ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ભાજપે વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યુ હતુ. જે ગત ચૂંટણીમાં પણ વિજેતા હતા. જો કે રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે ફેસબૂક પર પોસ્ટ લખીને કારણ જણાવ્યુ છે.

Breaking News : વડોદરાથી રંજનબેન ભટ્ટ લોકસભા ચૂંટણી નહીં લડે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કારણ જણાવ્યુ

Follow us on

એક તરફ લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. રાજકીય પક્ષોએ કેટલાક ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ભાજપે વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યુ હતુ. જે ગત ચૂંટણીમાં પણ વિજેતા હતા. જો કે રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે ફેસબૂક પર પોસ્ટ લખીને કારણ જણાવ્યુ છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કારણ જણાવ્યુ

રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.જેમાં તેમણે લખ્યુ છે કે અંગત કારણોસર ચૂંટણી નહીં લડી શકુ.જો કે વડોદરામાં લોકસભા ચૂંટણી માટે રંજન ભટ્ટનું નામ જાહેર થયા બાદ સતત વિવાદ સામે આવતા રહે છે. વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ સતત પોસ્ટર વોર જોવા મળ્યુ છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો

રંજન ભટ્ટ વિરુદ્ધ  લાગ્યા હતા પોસ્ટર

અગાઉ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા, જે બાબતે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. જે પછી રંજન ભટ્ટની તરફેણમાં પણ પોસ્ટર લાગ્યા હતા. હું રંજનબેન ભટ્ટ સાથે છું, મારું ઘર રંજનબેનને સંગ’ લખાણની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

પોસ્ટર વોરના વિવાદ બાદ હવે રંજન ભટ્ટના ચૂંટણી નહીં લડવાની જાહેરાતે સૌ કોઇને ચોંકાવી દીધા છે. હજુ સુધી વડોદરા લોકસભા ચૂંટણીનો ચહેરો બદલવાની ભાજપ હાઇ કમાન્ડ દ્વારા કોઇ જાહેરાત નથી થઇ, પરંતુ જે પ્રમાણે રંજન ભટ્ટે અંગત કારણોસર ચૂંટણી નહી લડવાનું જણાવ્યુ છે, ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઇ ગઇ હોય તો જ રંજન ભટ્ટ આ પ્રકારની પોસ્ટ મુકી શકે છે.

વડોદરા બેઠક પર નામ બદલાય તેવી શક્યતા

રંજનબેન ભટ્ટ ગઇકાલ સુધી મોટી લીડથી લોકસભા ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા હતા. જો કે અચાનક જ આજે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા અને તેમાં પણ અંગત કારણોસર એવુ કારણ આગળ ધરતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ભાજપમાં પહેલી વાર ઉમેદવારના નામની જાહેરાત બાદ કોઇ ઉમેદવારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. એટલે હવે આ બેઠક પર નામ બદલાઇ પણ શકે છે.

રંજન ભટ્ટે મીડિયા સમક્ષ આપ્યુ નિવેદન

ચૂંટણી લડવાની અનિચ્છા બાદ રંજનબેન ભટ્ટે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે છેલ્લા 10 દિવસથી જે ચાલી રહ્યુ છે તે દુખદ છે, મારા અંતરનો અવાજ આવ્યો કે ચૂંટણી નથી લડવી, જેથી મેં પાર્ટીને સામેથી કહ્યુ કે ચૂંટણી નહિ લડુ. જનતાની સેવા જ કરવી છે તો સાંસદ બનવુ જરુરી નથી. હું પાર્ટી સાથે જોડાયેલી રહીને પણ સેવા કામો કરતી રહીશ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:41 am, Sat, 23 March 24

Next Article