AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત

મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત કરી છે. જેમાં મૌન રેલીનું આયોજન કરનારા પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ તકેદારીના ભાગરૂપે પોલીસે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ પણ વાંચોઃ BUDGET-2019: દેશમાં રજૂ થયેલા […]

VIDEO: મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત
| Updated on: Jul 05, 2019 | 1:30 PM
Share

મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત કરી છે. જેમાં મૌન રેલીનું આયોજન કરનારા પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ તકેદારીના ભાગરૂપે પોલીસે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરી દીધી છે.

આ પણ વાંચોઃ BUDGET-2019: દેશમાં રજૂ થયેલા અત્યાર સુધીના બજેટની અવનવી વાતો જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં વધી રહેલી મોબલિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ખ્વાજા દાના દરગાહથી કલેકટર કચેરી, અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી. જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ-બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળું વિખેરાયું હતું. તોફાની ટોળાએ પોલીસની પીસીઆર વાન અને 3થી 4 સિટી બસમાં તોડફોડ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાનપુરાથી લઈને કાદરશાની નાળ સહિતના આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ પર હુમલાને લઈને સમગ્ર હિલચાલ પર પુરતી નજર રાખવામાં આવી રહી છે.સાથે જ પોલીસ દ્વારા ટોળા સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

[yop_poll id=”1″]

સમગ્ર શહેરની પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની આ ઘટનાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા પ્રયાસો કર્યા છે. હાલ સમગ્ર પરિસ્થિતી કાબૂમાં છે.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">