ઉનાળાની આકરી ગરમી સાથે રાજકોટમાં જળસંકટ પણ વધ્યું, RMCએ આજી-ન્યારીમાં નર્મદાના પાણીની કરી માગ

|

Apr 17, 2023 | 4:09 PM

રાજકોટમાં (Rajkot) જો ચોમાસું ખેંચાય તો પાણીની કોઇ તંગી ન રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં સૌની યોજના થકી પાણી ઠાલવવાની માગ કરી છે.

ઉનાળાની આકરી ગરમી સાથે રાજકોટમાં જળસંકટ પણ વધ્યું, RMCએ આજી-ન્યારીમાં નર્મદાના પાણીની કરી માગ

Follow us on

રાજકોટ શહેરમાં જેમ જેમ ઉનાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ જળસંકટ વધુ ઘેરુ બનતું જઇ રહ્યું છે. રાજકોટમાં જો ચોમાસું ખેંચાય તો પાણીની કોઇ તંગી ન રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં સૌની યોજના થકી પાણી ઠાલવવાની માગ કરી છે. હાલમાં જે જથ્થો ઉપલબ્ધ છે તે બે મહિના સુધી ચાલે તેટલો છે ત્યારે જો વરસાદ ખેંચાય તો પાણીની કોઇ સમસ્યા ન રહે તે માટે સરકારને પત્ર લખીને પાણીની માગ કરાઇ છે.

આ પણ વાંચો-Rajkot : કેરીમાં મધીયો નામનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, બાગાયતી ખેતીમાં સરકાર યોગ્ય સહાય કરે તેવી માગ, જુઓ Video

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાના પ્રારંભમાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની તંગી ઉભી થતી હોવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે રાજકોટમાં ચોમાસા સુધી પાણીની સમસ્યા ન સર્જાય એ માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે સરકારને પત્ર લખ્યો છે અને પાણીની સમસ્યામાંથી મુક્તિ આપવા માગ કરી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ઓગસ્ટ મહિનાનું આગોતરૂ આયોજન-મ્યુનિસિપલ કમિશનર

આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે કહ્યું હતું કે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા પાસે પાણીના કુલ ચાર સોર્સ છે, જેમાં આજી 1, ન્યારી 1, ભાદર 1 અને નર્મદાના નીરમાંથી પાણી મળી રહે છે. જો કે ચોમાસામાં જો વરસાદ ખેંચાઇ ત્યારે પાણીની કોઇ સમસ્યા ન રહે તે માટે સરકાર પાસે પાણીની માગણી કરવામાં આવી છે, જેમાં આજી 1 ડેમમાં 430 MCFT પાણી જ્યારે ન્યારી 1 ડેમમાં 200 એમસીએફટી પાણી માગવામાં આવ્યું છે. રાજ્ય સરકારને આ પાણી ઓગસ્ટ પહેલા આપવાની માગ કરી છે.

શહેરમાં દૈનિક 20 મિનિટ પાણીનું થાય છે વિતરણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દૈનિક 20 મિનિટ પાણીનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં રાજકોટ શહેરમાં 350 એમએલડી પાણીની દૈનિક જરૂરિયાત છે જેમાંથી આજી, ન્યારી અને ભાદરમાંથી તેમજ નર્મદામાંથી 150 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહી છે ત્યારે દૈનિક 20 મિનીટ પાણી ચોમાસામાં પણ પુરૂ પાડી શકાય છે. ત્યારે જો વરસાદ ખેંચાય તો પણ પાણીકાંપ ન આવે તે માટે આગોતરૂં આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article