AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભાવનગર ડમીકાંડ મામલે ગૃહવિભાગમાં બેઠકનો ધમધમાટ, ATSના DIG દીપેન ભદ્રન, ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર સહિતનાની મળી હાઈલેવલ બેઠક

Bhavnagar: ભરતી પરીક્ષામાં સામે આવેલા ડમીકાંડને લઈને ગૃહવિભાગમાં છેલ્લા એક કલાકથી બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગૃહવિભાગે આ અંગે હાઈલેવલ બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં ATSના DIG દીપેન ભદ્રન પણ હાજર છે.

Breaking News: ભાવનગર ડમીકાંડ મામલે ગૃહવિભાગમાં બેઠકનો ધમધમાટ, ATSના DIG દીપેન ભદ્રન, ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર સહિતનાની મળી હાઈલેવલ બેઠક
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 1:41 PM
Share

ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહવિભાગમાંમાં બેઠકોનો દૌર શરૂ થયો છે. ડમીકાંડને લઈને ગૃહવિભાગે હાઈલેવલ મીટિંગ બોલાવી છે. જેમા ATSના DIG દીપેન ભદ્રન પણ બેઠકમાં હાજર છે. જ્યારે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર પણ હાજર છે. છેલ્લા એક સપ્તાહથી ડમીકાંડને લઈને રોજ નીતનવા ખૂલાસા થઈ રહ્યા છે.

ડમીકાંડમાં અક્ષર બારૈયાની કરાઈ અટકાયત

ડમીકાંડમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ડમી તરીકે પરીક્ષામાં બેસેલા અક્ષર બારૈયાની અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યાએ અક્ષર વતી પરીક્ષા આપી હતી. સંજય પંડ્યા ત્રણ ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવાર બન્યો હતો. સંજય પંડ્યાની પૂછપરછમાં આ અંગે હજુ વધુ ચોંકાવનારા ખૂલાસા થઈ શકે છે. સંજય પંડ્યા કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો હતો તેની પણ અટકાયત રવિવારે જ કરી લેવામાં આવી છે.

ડમીકાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ, 2 આરોપીની અટકાયત અને 32 આરોપી સામે સકંજો કસવામાં આવ્યો

ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓ સામે સકંજો કસવામાં આવ્યો છે. જેમા 4 લોકોની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જેમા શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બશદેવ રાઠોડ અને પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. શરદકુમાર પનોત સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તે ડમી ઉમેદવારને બેસાડી પરીક્ષા પાસ કરાવતો હતો. જ્યારે પ્રદિપ બારૈયા જેસરની કોર્ટમાં ક્લાર્કની નોકરી કરે છે તે અગાઉ પણ પોલીસ સકંજામાં આવી ચુક્યો છે. ત્રીજો આરોપી પ્રકાશ દવે તળાજાના પીપરલાનો વતની છે અને તે ડમી ઉમેદવારને બેસાડીને પરીક્ષા પાસ કરાવતો હતો. ચોથો આરોપી બળદેવ રાઠોડ પણ તળાજાના દિહોર ગામનો છે અને રૂપિયા 10 હજારમાં નકલી દસ્તાવેજ બનાવતો હતો. ધરપકડ કરાયેલા 4 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ સરકારી નોકરિયાત છે.

યુવરાજસિંહ પર આરોપ લગાવનારા તેમના નજીકના બિપીન ત્રિવેદીની કરાઈ અટકાયત

તો આ તરફ ડમીકાંડના 36માં આરોપી અને યુવરાજસિંહ પર આરોપ લગાવનાર મિત્ર બિપિન ત્રિવેદીની ભાવનગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે બિપિન ત્રિવેદીની પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા અને ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે બિપિન ત્રિવેદીએ પોતાના જ મિત્ર યુવરાજસિંહ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ડમીકાંડમાં પ્રકાશ દવેનું નામ ન લેવા રૂપિયા 55 લાખનો સોદો કર્યાનો ખુલાસો કર્યો હતો. ત્યારે ડમીકાંડ મામલે બિપિન ત્રિવેદી યુવરાજસિંહ વિરૂદ્ધ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Bhavnagar: ડમીકાંડને લઈને ભાવનગર પોલીસે બિપિન ત્રિવેદીને કર્યો ડિટેઈન, યુવરાજસિંહ વિરુદ્ધ થઈ શકે છે નવા ખુલાસા

ડમી કાંડમા તપાસ માટે કરાઈ SITની રચના

ભાવનગર ડમીકાંડ કેસમાં પોલીસ વિભાગ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડમીકાંડની તટસ્થ તપાસ માટે SITની રચના કરાઇ છે. નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના થઇ છે. જેમાં 2 PI, 8 PSI સહિત પોલીસ સ્ટાફનો સમાવેશ કરાયો છે. તો LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પણ SITની મદદમાં રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">