ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

આ મહોત્સવ હવે વર્ચ્યુઅલ યોજાવાનો છે ત્યારે લોકો હવે પોતાના ઘરે જ ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે. લોકો પોતાના ઘરની બહાર રંગોળીઓ કરીને સુશોભન કરી રહ્યા છે.

ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે
Khodaldham Temple (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:39 AM

મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર (Patidar) સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ (Khodaldham) કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022 એટલે કે આજે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે. લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો આ પંચવર્ષિય મહોત્સવના સાક્ષી બનવા જઇ રહ્યા હતા. જોકે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ (Virtual Patotsav) યોજાશે. જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજ વિવિધ માધ્યમોથી જોડાશે.

લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. મહોત્સવને લઇને લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે જેથી સમાજના લોકો દ્વારા ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન મુકીને આ મહોત્વના સાક્ષી બનશે.

મહાયજ્ઞ, ધ્વજારોહણ અને માતાજીની આરતી થશે

કોરોના (corona)ને કારણે રાજ્ય સરકારની એસઓપી સાથે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે 6થી 9 વાગ્યા સુધી મહાયગ્નનું આયોજન થશે, ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે. બાકીના લોકોને વર્ચ્યુઅલ જોડાવા વિનંતી કરી છે. આ કાર્યક્રમ બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સમાજ જોગ સંદેશો આપશે અને અંતે રાષ્ટ્રગાન થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ મહોત્સવ હવે વર્ચ્યુઅલ યોજાવાનો છે, ત્યારે લોકો હવે પોતાના ઘરે જ ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે. લોકો પોતાના ઘરની બહાર રંગોળીઓ કરીને સુશોભન કરી રહ્યા છે. મહત્વનું છે કે આસ્થાનું પ્રતીક ખોડલધામ સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું તીર્થસ્થળ છે અને ખોડલધામ લેઉવા પટેલનું આત્મગૌરવનું પ્રતીક છે. આ મંદિરના નિર્માણ માટે બે લાખ ઘનફૂટ પથ્થરો ખરીદાયા હતા અને પિલર, છત, 600થી વધુ મૂર્તિઓની કોતરણી કરાઈ હતી.

દિવાલો પર રામાયણ, મહાભારત,ગીતાના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં કુલ 238 પિલર છે. ખોડલધામ મંદિરની પહોળાઈ 252.5 ફૂટ છે. 298 ફૂટની લંબાઈ સાથે 159 ફૂટ મંદિરની ઉંચાઈ છે. ખોડલધામ મંદિરમાં મા ખોડલની 21 મૂર્તિ સ્થાપિત છે અને જયપુરમાં મા ખોડલની મૂર્તિઓનું નિર્માણ થયુ છે.

આ પણ વાંચો- સોમનાથ : PM MODI 21 જાન્યુઆરીએ નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે, પૂર્વ સંધ્યાએ સમુદ્ર આરતી સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા

આ પણ વાંચો-અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

g clip-path="url(#clip0_868_265)">