ખોડલધામ પાટોત્સવઃ હવે મંદિરમાં નહીં દરેક ઘરમાં ઉજવાશે ઉત્સવ, ઘરે ઘરે રંગોળી પૂરાઈ
ખોડલધામના પાટોત્સવની તૈયારી પૂરજોરમાં ચાલી રહી છે. લેઉવા પટેલ સમાજના લોકો તેમાં કોઈને કોઈ રીતે ભાગીદાર બનવા થનગની રહ્યા છે. ઘરે ઘરે રંગોળી કરી રહ્યા છે તો કોઈ અલગ જ પ્રકારના કામ કરીને પોતાનું સમર્પણ દર્શાવી રહ્યા છે.
કાગવડ ખાતે આવેલા ખોડલધામ (Khodaldham) મંદિરની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. આ પ્રસંગે પાટોત્સવ (Patotsav) નું આયોજન કરવામાં આવ્યું હતું પણ કોરોનાની સ્થિતિને જોતાં આ ઉત્સવ હવે વર્ચ્યુઅલ જ યોજાશે. જોકે લોઉવા પાટિદાર સમાજમાં આ ઉત્સવ (festival) ને લઈને ઉત્સાહમાં કોઈ કમી વર્તાતી નથી. લોકો હવે પોતાના ઘરે જ ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે. લોકો પોતાના ઘરમી બહાર રંગોળી (Rangoli) ઓ કરીને સુશોભન કરી રહ્યા છે.
લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. સમાજના લોકો માટે ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રિન મુકવાનું નક્કી કરાયું છે.
નરેશભાઇ પટેલને ગોંડલની મહિલાઓ દ્વારા મમરા નો હાર અર્પણ કરશે.
ગોડલની મહિલાઓ દ્વરા મમરાના હાર બનાવામાં આવ્યા છે. આ હાર ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલને અર્પણ કરવામાં આવશે. આ હારમાં ‘ભક્તિ દ્વારા એકતા ની શક્તિ જય મા ખોડલ’ લખેલા મમરેને એક લાઈનમાં પોરવવામાં આવ્યા છે. જેમાં એક મમરામાં ‘ભક્તિ’ બીજા મમરામાં ‘દ્વારા’ ત્રીજા મમરામાં ‘એકતા’ ચોથા મમરામાં ‘ની’ પાંચમા મમરામાં ‘શક્તિ’ છઠા મમરામાં ‘જય’ સાતમા મમરામાં ‘માઁ’ આઠમા મમરામાં ‘ખોડલ’ લખવામાં આવ્યું છે.
રોજ 6 કલાક બનાવાતો હતો હાર
ગોંડલ ની 30 મહિલાઓ દ્વારા રોજ ના 6 કલાક હાર બનાવવામાં આવતો હતો. આ હાર બનાવવામાં 20 દિવસનો સમય લાગ્યો છે. 9 મીટરનો આ હાર બનાવવામાં આવ્યો છે. હાર બનાવવા માટે 9 કિલો મમરા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક એક મમરામાં સ્કેચપેનથી લખાણ કરતા અને એક એક મમરા તૂટે નહિ તેમ સોય દોરા વડે પોરવણી કરાતી હતી.
શિલ્પાબેને પહેલાં જાતે બનાવ્યો પછી બીજાને શિખવ્યું
શિલ્પાબેન પાંભરને આ હાર બનાવવામાં વિચાર આવ્યો છેલ્લા ત્રણ વર્ષ થી વિચાર હતો આ હાર બનાવવાનો પેલા માઁ ખોડલ જ લખવું હતું પછી આખું સૂત્ર લખવાનો વિચાર આવ્યો. બધા લોકો કહેતા નહીં લખાય પછી એક વાર શિલ્પાબેન એ ડેમો કર્યો અને સક્સેસ થયા એટલે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓને આ રીતે માર્ગદર્શન આપ્યું એટલે હાર બનાવવાની શરૂઆત કરવામાં આવી. આ હાર બનાવવામાં નાની ઉંમરના 10 વર્ષથી 70 વર્ષના વૃદ્ધે પણ ભાગ લીધો હતો
આ પણ વાંચોઃ PGVCLના MDના નામે કથિત ઓડિયો થયો વાયરલ, બાબરાના કર્મચારીને ધમકાવી નાખ્યા