રાજકોટમાં હોમ આઇસોલેટ દર્દીઓને આ રીતે મળશે Remedivir injection

રાજ્ય સરકાર દ્વારા હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને Remedivir injection આપવામાં આવતા ન હતા. જોકે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • Tv9 Webdesk18
  • Published On - 17:15 PM, 14 Apr 2021
રાજકોટમાં હોમ આઇસોલેટ દર્દીઓને આ રીતે મળશે Remedivir injection
Remedivir injection

રાજ્ય સરકાર દ્વારા હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને Remedivir injection આપવામાં આવતા ન હતા. જોકે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યુ છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં Remedivir injection પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.શહેરમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ ન હોય તેવા દર્દીઓને પણ ઇન્જેકશન મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.દર્દીની સારવાર કરનાર ડોક્ટર દ્વારા વોટ્સએપ નંબર ઉપર દર્દીનું નામ તથા જરૂરી ડોક્યુમેન્ટ વોટ્સએપ કરવામાં આવ્યા બાદ ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટર્સને Remedivir injection પુરા પાડવામાં આવશે. તમામ ડોક્ટર્સ તેમના એક પ્રતિનિધિને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરના અધિકૃત પ્રતિનિધિએ હેલ્પલાઈન માંથી સૂચના મળશે ત્યારે Remedivir injection મેળવી લેવાના રહેશે.

WhatsApp નંબરની વિગતો:

૧) ૯૯૭૪૦ ૭૩૪૫૦
૨) ૯૯૭૪૫ ૮૩૨૫૫

વોટ્સઅપ કરવાના ડોક્યુમેન્ટની યાદી
1) કોરોના સંક્રમિત દર્દીનું આધારકાર્ડ
2) દર્દીનો કોરોના પોઝિટિવ હોવાનો RT-PCR અથવા સીટી સ્કેન રિપોર્ટ
3) રેમડેસિવિર ઇન્જેક્શન ભલામણ કરનાર એમડી ડોક્ટર નું પ્રિસ્ક્રિપ્સન

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અપીલ કરી છે કે દર્દીઓની સારવાર કરનાર ડોક્ટર અથવા અધિકૃત વ્યક્તિઓને જ ઇન્જેકશન આપવામાં આવશે જ્યારે અન્ય કોઇ વ્યક્તિઓએ હેલ્પલાઇનમાં કોલ ન કરવા જણાવાયું છે.