Tender Today : DTH ટેલીસ્કોપીક બોર શારકામ માટે ઓનલાઇન ભાવપત્રકો મગાવવામાં આવ્યા, મહાનગરપાલિકાનું લાખોનું ટેન્ડર જાહેર
Tender News : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. DTH ટેલીસ્કોપીક બોર શારકામ માટે ઓનલાઇન ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. DTH ટેલીસ્કોપીક બોર શારકામ માટે ઓનલાઇન ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના જુદા જુદા ગામે 200 મીમી* 165 મીમી * વ્યાસના 500થી 550 મીટર ઊંડાઇના ડીટીએચ ટેલીસ્કોપ બોર શારકામ કરી 175 મીમી એમ.એસ.ઇ.આર.ડબલ્યુ. કેસીંગ પાઇપ 120થી 180 મીટર સપ્લાય તથા લોવરિંગની કામગીરી માટે અંદાજીત રકમ રુપિયા રુપિયા 24.53 લાખ માટે ભાવપત્રક ઓનલાઇન મગાવવામાં આવ્યા છે.

આ ટેન્ડર માટે રસ ધરાવનાર ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવાયા છે. ઇજારદારોએ તારીખ 10 એપ્રિલ 2023 ના સાંજે 6 કલાક સુધીમાં ઓનલાઇન ભાવો ભરવાના રહેશે. તથા ફિજિકલ સબમીશનની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધી રહેશે.
કોઇપણ ટેન્ડર કે તમામ ટેન્ડર કોઇપણ કારણ દર્શાવ્યા વિના રદ કરવાનો અધિકાર આ કચેરીનો છે. હવે પછીનો કોઇપણ સુધારો હશે તે ફક્ત https://www.nprocure.com વેબ સાઇટ પર જોવા મળશે.
