Gujarati Video : રાજકોટમાં હાઉસીંગ બોર્ડના રહીશોના કોમન પ્લોટની જમીન પચાવી પાડનાર જેલમાં, આરોપીએ 1 ઓફિસ 2 દુકાન તાણી દીધી હતી

Gujarati Video : રાજકોટમાં હાઉસીંગ બોર્ડના રહીશોના કોમન પ્લોટની જમીન પચાવી પાડનાર જેલમાં, આરોપીએ 1 ઓફિસ 2 દુકાન તાણી દીધી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 7:56 AM

ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોની કોમન જગ્યા આરોપીએ પચાવી પાડી છે. અમીન માર્ગ પર આવેલા હાઉસિંગના મકાનોની કોમન જગ્યા પચાવી આરોપીએ પાર્કિંગની જગ્યામાં 2 દુકાન અને એક ઓફિસ આરોપીએ બનાવી છે.

રાજકોટના માલવિયા નગરમાં પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોની કોમન જગ્યા આરોપીએ પચાવી પાડી છે. અમીન માર્ગ પર આવેલા હાઉસિંગના મકાનોની કોમન જગ્યા પચાવી આરોપીએ પાર્કિંગની જગ્યામાં 2 દુકાન અને એક ઓફિસ આરોપીએ બનાવી છે. આરોપીએ અંદાજે 45લાખની કિંમતની 500 ફુટ જગ્યા પચાવી પાડી છે. માલવિયાનગર પોલીસે અલાઉદ્દીન કારિયાણિયા નામના આરોપીની કરી ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન

તાંદલજામાં લેન્ડ ગ્રેબિંગ

આ અગાઉ વડોદરામાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું હતુ. વાઘોડિયા બાદ હવે તાંદલજામાં રૂપિયા 73 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તાંદલજામાં 73 કરોડની જમીન પચાવી પાડવા મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તાંદલજાની કરોડોની જમીનને સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિના નામે ચઢાવી દેવાઈ હતી.

કલેકટરે કૌભાંડ આચરનાર વ્યક્તિની એન્ટ્રી રિવિઝન કરવાની અરજી પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. વર્ષ 1997માં બિનખેતીના હુકમના આધારે સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાયું હતું. બોગસ આદેશના આધારે 45 હજાર 227 ચોરસ મીટર સરકારી જમીન કબજે કરી પોતાનું નામ ચઢાવ્યાનું છેક હવે ખુલ્યું હતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 03, 2023 06:54 AM
g clip-path="url(#clip0_868_265)">