AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગેરકાયદે જાતિ પરીક્ષણ સામે તંત્રની લાલ આંખ, આરોગ્ય શાખા દ્વારા દવાખાનાઓ પર હાથ ધરાયું સરપ્રાઈઝ ચેકીંગ

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના 15 તથા રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય શાખાના 13 મળીને કુલ 20 તબીબી અધિકારીઓ દ્વારા નોંધાયેલ પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે સોનોગ્રાફી કલીનીક અને હોસ્પીટલોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.

Rajkot: ગેરકાયદે જાતિ પરીક્ષણ સામે તંત્રની લાલ આંખ, આરોગ્ય શાખા દ્વારા દવાખાનાઓ પર હાથ ધરાયું સરપ્રાઈઝ ચેકીંગ
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 07, 2023 | 5:58 PM
Share

Rajkot: જિલ્લામાં નોંધાયેલી 344 કલીકનીક પૈકી પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે 136 ક્લીનીકની સરપ્રાઇઝ વીઝીટ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની 28 ટીમ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે ચેકલીસ્ટમાં ત્રણ નોંધાયેલ ક્લીનીકમાં એફ ફોર્મ ભરવામાં તથા રજીસ્ટર મેઇન્ટેન કરવા જેવી ક્ષતિ જોવા મળતાં આ ક્ષતિ 48 કલાકમાં સુધારવાની નોટીસ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આપવામાં આવી છે. જો આપેલ મર્યાદામાં આ ક્ષતિ દૂર નહી થાય તો નિયમાનુસાર કડક પગલા લેવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.

સ્ત્રીઓનો જન્મદર ઉચો લાવવાના સતત પ્રયાસ

જિલ્લામાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જાતિ પરિક્ષણ અને ભ્રૃણ હત્યા રોકવા માટે સલાહકાર સમિતિની ટીમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાની ટીમ કાર્યરત છે. જેનાથી દીકરા- દીકરીનો સેકસ રેશિયો મેન્ટેન રહી શકશે. ગર્ભમાં બાળકની જાતિ પરિક્ષણ ન કરાવવા, આવુ કરનાર દવાખાના કે ડોકટરની જાણ આરોગ્ય શાખાને કરવા પણ લોકોને અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે. કોઇ ક્ષતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તી ઝડપી પાડવાના ઉદેશ સાથે ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં 1 હજાર પુરુષ વસ્તીએ સ્ત્રીઓનો દર ઉંચી લાવવાના હેતુસર કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટનો સેક્સ રેશિયો રાજ્યના સરેરાશ રેશિયો કરતા ઓછો

ઉલ્લેખનીય છે કે હાલમાં CSR મુજબ ગુજરાતનો સેક્સ રેશિયો 919 છે, અને રાજકોટનો સેકસ રેશિયો 905 છે. આ સેકસ રેશિયોમાં વધારો કરવા અને જાતિય પરિક્ષણની પ્રવૃતી ડામવા આ સ્થળ તપાસણી કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો  : આરોગ્ય વિભાગની કાર્યવાહી, ડીસામાં 3 ડૉક્ટરના સોનોગ્રાફી મશીન કરાયા સીલ, જુઓ Video

અગાઉ મહેસાણા અને બનાસકાંઠામાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના અનેક સ્થળો પર બેફામ રીતે ગર્ભ પરીક્ષણ થતું હોવાની વાત સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા વિવિધ 14 જેટલા ડૉક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યા હતા. જેમાં મહેસાણામાં 3, કડીમાં 3, વિજાપુરમાં 3, વિસનગરમાં 2, સતલાસણામાં 2 અને ઊંઝામાં 1 તબીબને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">