AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે

PDU હોસ્પિટલના ચાર ટેકનિશિયનને મુંબઈમાં તાલીમ માટે પણ મોકલશે, જ્યાં તેઓ ચામડી કાપવાની પ્રક્રિયા શીખશે. ડોકટરોના મતે નિર્ધારિત તાપમાને કાપણી કરવામાં આવતી ત્વચાનો ઉપયોગ પાંચ વર્ષ સુધી કરી શકાય છે.

Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે,  ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે
PDU Hospital Rajkot (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 6:36 PM
Share

સૌરાષ્ટ્ર (Saurashtra) ની સૌપ્રથમ સ્કીન બેંક (skin bank) આગામી સપ્તાહથી રાજકોટ (Rajkot)  સિવિલ હોસ્પિટલ (PDU હોસ્પિટલ) ખાતે કાર્યરત થવાની સંભાવના છે. હોસ્પિટલ (Hospital) સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સ્કિન બેંક ગંભીર રીતે દાઝી ગયેલા (burns) અને ગંભીર અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ (patients) ના જીવન બચાવવામાં મદદ કરશે.

રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની 35 લાખની કિંમતની મશીનરીને સ્કીન હાર્વેસ્ટિંગ માટે દાનમાં આપવામાં આવી છે. ક્લબ PDU હોસ્પિટલના ચાર ટેકનિશિયનને મુંબઈમાં તાલીમ માટે પણ મોકલશે, જ્યાં તેઓચામડી કાપવાની પ્રક્રિયા શીખશે. ડોકટરોના મતે નિર્ધારિત તાપમાને કાપણી કરવામાં આવતી ત્વચાનો ઉપયોગ પાંચ વર્ષ સુધી કરી શકાય છે.

બર્ન પીડિતો માટે મોટે ભાગે ત્વચાની જરૂર પડે છે. સૌરાષ્ટ્રમાં લોકોને, ખાસ કરીને મહિલાઓના સળગવાના અનેક કિસ્સા નોંધાયા છે. રસ્તાઓ તેમજ ઔદ્યોગિક અકસ્માતોમાં પણ દર્દીઓ દાઝી જાય છે. 20-30% દાઝી ગયેલા કિસ્સામાં ડોકટરો પીડિતોની પોતાની ત્વચાનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે 60% કરતા વધુ ભાગ દાઝી ગયો હોય છે ત્યારે વ્યક્તિને સ્કિન બેંકમાંથી ત્વચાની જરૂર પડે છે.

પીડીયુ હોસ્પિટલના બર્ન વોર્ડમાં દરરોજ ઓછામાં ઓછા 10 દર્દીઓ દાખલ થાય છે અને તેમાંથી 25% ગંભીર સ્થિતિમાં આવે છે. PDU મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ આર એસ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, “સ્કિન બેંક માત્ર અમારી હોસ્પિટલના દર્દીઓ માટે નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના કોઈપણ દર્દી માટે ઉપલબ્ધ રહેશે જેમને ત્વચાની જરૂર છે.”

ખાનગી હોસ્પિટલના દર્દીને ચામડીની જરૂર હોય તો તે બેંકમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જો અન્ય જિલ્લાની હોસ્પિટલોને ચામડીની જરૂર હોય તો તેઓ પણ યોગ્ય પરિવહન વ્યવસ્થા કરીને બેંકમાંથી લઈ શકશે. કેટલીક સર્જરીમાં, દર્દીઓને ત્વચાની જરૂર હોય છે. કોવિડ-19ના બીજી લહેર પછી વધતા મ્યુકોર્માયકોસિસના કિસ્સામાં, ઘણા દર્દીઓને સ્કીન ગ્રાફ્ટિંગની જરૂરી પડી છે જેથી તેમના શરીરમાં શસ્ત્રક્રિયા પછી ચેપ ન લાગે.

શબ અને જીવંત દર્દીઓની ત્વચાને સ્કીન બેંક પર સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય છે. તબીબોના મતે મૃત વ્યક્તિના મૃત્યુના છ કલાકની અંદર તેની ત્વચા મેળવી શકાય છે. આંખ દાન, અંગ દાન અને રક્તદાન વિશે જાગૃતિ છે, પરંતુ હજુ પણ ત્વચા દાન વિશે ઓછી જાગૃતિ છે. એકવાર આ સ્કિન બેંક કાર્યરત થઈ જશે પછી અમારું કામ ત્વચા દાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનું રહેશે.

આ પણ વાંચો : Rajkot: માર્ચના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલ લેશે રાજકીય પ્રવેશનો નિર્ણય, AAP કે કોંગ્રેસ અંગે હજુ સસ્પેન્સ

આ પણ વાંચોઃ પેન્ટ પર પડેલ ડાઘ બાબતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઉગ્ર ઝઘડો, પ્રેમીએ લાકડાના ફટકા મારીને પ્રેમિકાની હત્યા કરી નાખી

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">