પેન્ટ પર પડેલ ડાઘ બાબતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઉગ્ર ઝઘડો, પ્રેમીએ લાકડાના ફટકા મારીને પ્રેમિકાની હત્યા કરી નાખી

મૃતક આઇશા અને મહેન્દ્ર પતિ પત્નીની જેમ છેલ્લા 3 વર્ષથી રહેતાં હતાં. 12 માર્ચના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ સાથે બેઠા હતા. તે દરમિયાન પેન્ટના આગળના ભાગે પડેલ ડાઘને લઈને બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

પેન્ટ પર પડેલ ડાઘ બાબતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઉગ્ર ઝઘડો, પ્રેમીએ લાકડાના ફટકા મારીને પ્રેમિકાની હત્યા કરી નાખી
પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:52 PM

અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકના નિધરાડ ગામ નજીક એક યુવતીના હત્યા કરી નાખવામાં આવી હતી. તપાસાં જાણવા મળ્યું કે પેન્ટના આગળના ભાગે પડેલ ડાઘ બાબતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલામાં ઉગ્ર ઝઘડાથી પ્રેમીએ લાકડાના ફટકા મારીને પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સાણંદ પોલીસને નિધરાડ ગામની સીમમાં રેલવે સ્ટેશન રોડ નજીકથી ખુલ્લા ખેતરમાંથી એક મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. જે બનાવ અંગેની તપાસ કરતા પોલીસને માહિતી મળી હતી કે આ મહિલા મહેન્દ્ર ઉર્ફે પરચુરણ સોલંકી નામના વ્યક્તિ સાથે અવારનવાર જોવા મળતી હતી. અને બંને સાથે રહેતા હતા. જેથી પોલીસે મહેન્દ્રને શોધીને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક આઇશા અને મહેન્દ્ર પતિ પત્નીની જેમ છેલ્લા 3 વર્ષથી રહેતાં હતાં. 12 માર્ચના રોજ સાંજના સમયે જમી પરવારીને બંને રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ સાથે બેઠા હતા. તે દરમિયાન પેન્ટના આગળના ભાગે પડેલ ડાઘને લઈને બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે મહેન્દ્રએ મહિલાને ગડદાપાટુનો માર મારી લાકડા વડે માથા અને હાથ પગ પર માર મારીને ઇજા પહોંચાડતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મૃતક મહિલા આઇશા અને તેનો દીકરો ત્રણેક વર્ષ પહેલાં આણંદમાં રહેતા હતા. આરોપી મહેન્દ્ર સોલંકીની પત્ની બે બાળકોને લઈને પિયર જતી રહી તો મહેન્દ્ર પણ આણંદ મજૂરી માટે ગયો હતો. જ્યાં ભિક્ષાવૃત્તિ કરતી આઇશાના પરિચયમાં આવ્યો હતો. બંને પંદરેક દિવસ સાથે રહ્યા હતા. બાદમાં ત્રણેય સાણંદ ખાતે રહેવા માટે આવ્યાં હતા. અને નિધરાડ ખાતે અલગ અલગ જગ્યાએ રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ નિધરાડ ગામની સીમ રેલવે સ્ટેશન રોડ નજીકથી ખુલ્લા ખેતરમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા અને મહેન્દ્ર છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. જ્યારે આઇશા ભિક્ષાવૃત્તિ કરતી હતી. બન્ને દારૂ પીવાની કુટેવ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આઇશાને મહેન્દ્રના ચારિત્ર્ય પર શકા હતી અને તે સંબંધ ખતમ કરવા માંગતી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા મહેન્દ્રએ લાકડાના ફટકા મારીને હત્યા કરી દીધી હતી.

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

બન્ને વચ્ચે થયેલા ઝઘડામાં નિર્દોષ બાળકે માતાની મમતા ગુમાવી છે. જેને પિતા સમજતો હતો તેણે માતાને છીનવી લીધી છે. હાલમાં સાયન્ટિફિક પુરાવા આધારે અન્ય દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીએ અન્ય કોઈ પ્રકારના ગુના આચર્યા છે કે કેમ તે બાબતે પણ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot: માર્ચના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલ લેશે રાજકીય પ્રવેશનો નિર્ણય, AAP કે કોંગ્રેસ અંગે હજુ સસ્પેન્સ

આ પણ વાંચો :  Rajkot: ઉનાળાની શરુઆત થતાં જ પાણીની બૂમો ઉઠવા લાગી, રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોના પાણી મુદ્દે દેખાવો

g clip-path="url(#clip0_868_265)">