AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મેટલના ભાવ વધ્યા, રાજકોટના એન્જિનિયરિંગ એકમોએ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કર્યો

કારખાનેદારોના મતે, ભારતીય ધાતુ ઉત્પાદક કંપનીઓ યુદ્ધને કારણે નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં તેમને સારી કિંમત મળી રહી છે અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મેટલના ભાવ વધ્યા, રાજકોટના એન્જિનિયરિંગ એકમોએ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કર્યો
Symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:46 AM
Share

રાજકોટ (Rajkot) ના એન્જિનિયરિંગ એકમો (engineering units) એ ધાતુના વધતા ભાવ અને કાચા માલના ભાવમાં અનિશ્ચિતતાને જોતા 1 એપ્રિલથી તેમના ઉત્પાદન (production) માં 50 ટકાનો ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. કારખાનાદારો (Manufacturer) કહે છે કે જો તેઓ આ સ્થિતિમાં ઉત્પાદન ચાલુ રાખશે તો તેમને ભારે નુકસાન થશે. કાસ્ટિંગ, ફોર્જિંગ અને ફાઉન્ડ્રી એકમોમાં વપરાતી મુખ્ય ધાતુઓ પિગ આયર્ન, કોપર અને સ્ટીલ સહિતની તમામ ધાતુઓ (Metals) ની કિંમતો રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) ફાટી નીકળ્યા પછી અનિશ્ચિત બની ગઈ છે અને યુદ્ધને કારણે તે લગભગ દરરોજ વધઘટ કરે છે. આવી સ્થિતિમાં એકમો પર અસર પડવાનું શરૂ થયું હતું.

કારખાનેદારોના મતે, ભારતીય ધાતુ ઉત્પાદક કંપનીઓ યુદ્ધને કારણે નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં તેમને સારી કિંમત મળી રહી છે અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. મેટલ કંપનીઓ હવે એવું પણ ઇચ્છે છે કે સ્થાનિક ઉદ્યોગ તે કિંમત ચૂકવે જે ઓર્ડરના દિવસે નહીં પણ ડિસ્પેચના દિવસે હોય. જ્યાં સુધી ઉદ્યોગો આ માંગ સાથે સંમત નહીં થાય ત્યાં સુધી તેઓએ ધાતુના પરિવહન પર રોક લગાવી દીધી છે.

રાજકોટ એન્જીનિયરિંગ એસોસીએશને જણાવ્યું હતું કે: “સ્ટીલના ભાવ દર ત્રિમાસિક ગાળામાં બદલાતા હતા, પરંતુ હવે ભાવ દરરોજ બદલાય છે. ગ્રાહકો આ અતિશય કિંમત ચૂકવવા માટે તૈયાર નથી અને અમે ધાતુના દૈનિક ભાવને જોતા હવે કેટલા ભાવે ઓર્ડર સ્વીકારવા તે નક્કી કરી શકતા નથી. જેના કારણે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગમાં હાલમાં 50 ટકા ઉત્પાદન ઓછું કરી દેવાયું છે.

ઑક્ટોબર 2020 માં સ્ટીલની કિંમત 174 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2021માં પિગ આયર્નની કિંમત 48,000 રૂપિયા પ્રતિ ટન હતી પરંતુ હવે તે 75,000 રૂપિયા પ્રતિ ટન છે. પિગ આયર્નના ઉત્પાદન અને પીગળવામાં ઉપયોગમાં લેવાતા કોલસાની કિંમત પણ વધી રહી છે અને તેના કારણે એકંદર ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જો ધાતુના ભાવ આજ રીતે વધતા રહેશે તો નાના કારખાનાદારોએ તેમના ધંધા બંધ કરવા પડશે. અત્યારે જે ભાવ છે તેમાં પણ ધંધો ટકાવી શકાય તેમ નથી તેથી કારખાનાદારો ઇચ્છે છે કે સ્થાનિક ઉદ્યોગ, ખાસ કરીને MSME ને પ્રોત્સાહન આપવા માટે સરકાર મેટલની નિકાસ પર પ્રતિબંધ મૂકે.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથેની ખાસ મુલાકાત, જુઓ 10:30 વાગ્યે TV9 ગુજરાતી ચેનલ પર…

આ પણ વાંચોઃ Valsad: વાપીના વ્યક્તિએ 5 લોકોને નવું જીવન આપીને દુનિયામાંથી વિદાય લીધી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">