Russia-Ukraine War: રશિયા તરફથી હુમલાઓ ઓછા થતાં જ યુક્રેનિયન સૈનિકોએ જોર બતાવ્યુ, પહેલીવાર છોડવામાં આવી મિસાઈલ

આ દરમિયાન ફ્રાન્સે રશિયાને મારીયુપોલમાં ફસાયેલા લગભગ દોઢ લાખ લોકોને બચાવવાની અપીલ કરી છે. UNને આશંકા છે કે તેમાંથી ઘણા લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા હશે.

Russia-Ukraine War: રશિયા તરફથી હુમલાઓ ઓછા થતાં જ યુક્રેનિયન સૈનિકોએ જોર બતાવ્યુ, પહેલીવાર છોડવામાં આવી મિસાઈલ
Russia Ukraine War (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:39 AM

Russia-Ukraine War:  રશિયા-યુક્રેન યુદ્ધના (Russia Ukriane Crisis) 35માં દિવસે રશિયાને વધુ એક આંચકો લાગ્યો છે. ખાર્કિવમાં (Kharkiv) ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પુતિનના આઠમા કમાન્ડરનું પણ મોત થયુ છે. યુક્રેન સરકાર (Ukraine Government) દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની સેનાએ પુતિનની મોટરાઇઝ્ડ રાઇફલ બ્રિગેડના કમાન્ડર કર્નલ ડેનિસ કુરિલોને પણ મારી નાખ્યા છે. યુક્રેનની સેનાએ પણ કુરિલોની તસવીર રેડ ક્રોસ સાથે શેર કરી છે, જેથી તે તેના મૃત્યુની જાહેરાત કરી શકે. બ્રિટિશ મિલિટરી ઈન્ટેલિજન્સ અનુસાર, રશિયન સેનાના ઘણા એકમોને ભારે નુકસાન થયું છે, તેથી તેમને યુદ્ધના મેદાનમાંથી પરત કરવામાં આવી રહ્યા છે.

શું આ રશિયાની કોઈ ચાલ છે ?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઈસ્તાંબુલની બેઠકમાંથી સકારાત્મક સંકેતો મળ્યા છે,જો કે રશિયન સેના(Russian Army) પાછી ફરી રહી નથી, માનવામાં આવી રહ્યુ છે કે ફરીથી હુમલો કરી શકે તે માટે રશિયન સેના ફરીથી સંગઠિત થઈ રહી છે. ઈસ્તાંબુલની બેઠકમાં રશિયાએ કિવ અને ચેર્નિહાઈવ પર હુમલા ઘટાડવાની શરત સ્વીકારી હતી, પરંતુ યુક્રેને તેને રશિયાની બીજી છેતરપિંડી ગણાવી છે. ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જો દેશની એકતા અને સાર્વભૌમત્વને અસર ન થાય તો યુક્રેન યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેણે કહ્યું છે કે રશિયન સેનાએ યુક્રેનના પ્રદેશમાંથી બહાર આવવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

યુક્રેનિયન સૈનિકોએ યુદ્ધને તેજ બનાવ્યુ

રશિયા તરફથી હુમલાઓ ઓછા થતા જ યુક્રેનિયન સૈનિકોએ યુદ્ધને તેજ બનાવ્યુ છે. 35 દિવસના યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેનની સેનાએ રશિયા પર મિસાઈલ છોડી છે. એવું માનવામાં આવે છે કે યુક્રેનની સેના દ્વારા છોડવામાં આવેલી આ મિસાઇલ રશિયાના બેલગોરોડમાં પડી હતી. એવું માનવામાં આવે છે કે આ મિસાઇલ દારૂગોળાના ડેપોમાં પડી હતી, જ્યાં રશિયન દારૂગોળો રાખવામાં આવ્યો હતો. તેથી મિસાઇલ પડતાની સાથે જ રશિયાના ગનપાઉડર વેરહાઉસમાં વિસ્ફોટ શરૂ થયો હતો.જે જગ્યાએ મિસાઈલ પડી તે યુક્રેનથી માત્ર 12 માઈલ દૂર છે.

આ પણ વાંચો : Ukraine Russia War: રશિયા યુક્રેન વચ્ચે સમાધાનના એંધાણ, શું યુદ્ધ લક્ષ્યોને ઘટાડવાનું વિચારી રહ્યું છે રશિયા ?

g clip-path="url(#clip0_868_265)">