AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: RMC સોમવારથી પાણીચોરો સામે બોલાવશે તવાઇ, વોર્ડવાઇઝ આયોજન તૈયાર કરાયું

ઉનાળાની (Summer 2022) શરૂઆતમાં જ શહેરમાં પાણીનો પોકાર (Water crisis) શરૂ થયો છે. સૌથી વધારે મવડી વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળ્યાની ફરિયાદો આવી રહી છે. મનપાના ચોપડે છેલ્લા ત્રણ મહિનામાં કુલ 6 હજારથી વધારે ફરિયાદો મળી છે

Rajkot: RMC સોમવારથી પાણીચોરો સામે બોલાવશે તવાઇ, વોર્ડવાઇઝ આયોજન તૈયાર કરાયું
RMC (Symbolic Image)
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 09, 2022 | 2:39 PM
Share

સોમવારથી રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પાણીચોરો પર તવાઇ બોલાવવામાં આવશે. રાજકોટ શહેરમાં ઉનાળામાં (Summer) પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણીની ચોરી અને પાણીનો બગાડ અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અંગે સોમવારથી વોર્ડ વાઇઝ કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં અલગ અલગ વોર્ડમાં ભુતિયા કનેકશનની તપાસ, ડાયરેક્ટ પમ્પીંગ તથા લાઇન લોસની ચકાસણી (checking )કરવામાં આવશે.

પુરતા પ્રમાણમાં પાણી છે, પરંતુ પાણીનો બગાડ અટકાવવાનો પ્રયાસ-મ્યુ.કમિશનર

આ અંગે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું કે. શહેરમાં જુલાઇ મહિના સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે અને મનપા નીયમીત 20 મિનિટ પાણી આપી રહ્યું છે. ત્યારે પાણીનો બગાડ ન થાય તે માટે મનપા પ્રયત્નશીલ છે. સોમવારથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કોઇ લાઇન લીકેજ હોય,કોઇ વ્યક્તિએ ડાયરેક્ટ પમ્પીંગ કર્યુ હોય, ગેરકાયદેસર મોટર મૂકીને પાણી ખેંચવામાં આવતુ હોય,ભૂતિયા નળ કનેક્શન હોય તો તેની તપાસ હાથ ધરવામાં આવશે અને પાણીનો બગાડ ઓછામાં ઓછો થાય તે દિશામાં આગળ વધવામાં આવશે. દરેક વોર્ડમાં અલગ અલગ ટીમો દ્વારા આ અંગે તપાસ હાથ ધરાશે.

ત્રણ મહિનામાં 6 હજારથી વધારે ફરિયાદ, મવડીમાં સૌથી વધુ દેકારો

ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં પાણીનો પોકાર શરૂ થયો છે. સૌથી વધારે મવડી વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળ્યાની ફરિયાદો આવી રહી છે. મનપાના ચોપડે છેલ્લા ત્રણ મહિનામાં કુલ 6 હજારથી વધારે ફરિયાદો મળી છે જેમાં સૌથી વધારે છેલ્લા એક મહિનાથી આવી રહી છે. જેમાં સૌથી વધારે 1575 ફરિયાદો પાણી ન મળવાની, 2082 ફરિયાદો લાઇન લીકેજ હોવાની અને 1008 ગંદા પાણીની, આ ઉપરાંત ડાયરેક્ટ પમ્પીંગ,વાલ્વ લીકેજ સહિતની ફરિયાદો મળી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ : જાણો શું છે સરખેજ મકબરાનો ઇતિહાસ અને શું છે તેનું મહત્વ ?

આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">