AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રાજકોટમાં 8 મોટા પ્રોજેક્ટનું કામ મંથર ગતિએ, અનેક પ્રોજેક્ટ અધ્ધરતાલ, કોંગ્રેસે કોન્ટ્રાક્ટરોને થાબડભાણા કરાતો હોવાનો લગાવ્યો આરોપ

Rajkot: રાજકોટ શહેરના 8 એવા મોટા પ્રોજેક્ટ છે જેનુ કામ છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે કામોનું ખાત મુહુર્ત કર્યુ હતુ તે આજે ત્રણ વર્ષ બાદ પણ હજુ અધ્ધરતાલ છે, ત્યારે કોંગ્રેસે સૌરાષ્ટ્ર સાથે ઓરમાયુ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 25, 2023 | 6:29 PM
Share

Rajkot: સૌરાષ્ટ્રની રાજનીતિનું એપીસેન્ટર જેને કહેવાય છે તે રાજકોટના વિકાસની ગતિને છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેક લાગી ગઈ છે. વર્ષ 2020માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં જે કામોનું વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ, તે કામો હજુ સુધી અધ્ધરતાલ છે અને આ કામો હજુ મંથરગતિએ છેલ્લા ત્રણ વર્ષથી બસ ચાલી જ રહ્યા છે. રાજકોટના મહત્વપૂર્ણ કહી શકાય તેવા 8 જેટલા મોટા પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થયાને ત્રણ ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતા હજુ આ કામો પૂર્ણ થયા નથી.

રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવે

રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેની કામગીરી પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાર્યકાળમનાં શરૂ કરાઈ હતી અને વર્ષ 2020માં પૂર્ણ કરવાની હતી, 3 હજાર 488 કરોડના ખર્ચે સિક્સલેન હાઈવેની કામગીરી મંજૂર કરાઈ હતી. આ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ તેને પણ ત્રણ વર્ષ થવા આવ્યા છતા કામ હજુ પૂર્ણ થયુ નથી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને છાવરવામાં આવતો હોવાનો ઘાટ ઘડાયો છે.

શું છે સ્માર્ટસિટી પ્રોજેક્ટ?

આ ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હજુ અધૂરો છે. ગત જન્માષ્ટમીએ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાત હતી. બીજી જન્માષ્ટમી માથે આવી ગઈ છતા પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ નથી. શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પાછળ 136 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ છે. નવા 150 ફુટ રિંગ રોડનો વિકાસ, રેસકોર્સને ડેવલપ કરવાનું આયોજન, અટલ સરોવરને વિકસાવવાનું આયોજન, પર્યટન સ્થળ, વોકવે, લેક વ્યુ, શોપિંગ મેલ સહિતના રાજ્ય સરકાર અને મનપાએ અમલમાં મુકેલા પ્રોજેક્ટ હજુ અધ્ધરતાલ જ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વર્ષ 2022માં પૂર્ણ કરવાનો હતો પરંતુ એક વર્ષ બાદ પણ હજુ તેની કામગીરી અધૂરી જ છે.

શું છે જનાના હોસ્પિટલ પ્રોજેક્ટ ?

રાજકોટની જનાના હોસ્પિટલના નવિનીકરણ પ્રોજેક્ટનું કામ પણ બાકી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના નવિનીકરણ માટે ગ્રાન્ટ ફાળવી હતી અને 104 કરોડના ખર્ચે 9 માળની જનાના હોસ્પિટલ તૈયાર કરાઈ. જેમા 200 બેડ સગર્ભા મહિલાઓ માટે અને 300 બેડ બાળકોના વિભાગ માટે તૈયાર કરાયા છે. આ 2000 બેડની અતિ આધુનિક હોસ્પિટલ છે. આ હોસ્પિટલનું હજુ સુધી લોકાર્પણ થયુ નથી. આ કામમાં કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા બે-બે  વખત પૂરી થઈ ગઈ હોવા છતાં બિલ્ડિંગનું લોકાર્પણ હજુ બાકી છે.

માધાપર ચોકડી ઓવરબ્રિજ પ્રોજેક્ટ

શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે 64 કરોડના ખર્ચે માધાપર ચોકડી પર ઓવરબ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પણ હજુ સુધી અધૂરો જ છે. મોરબી રોડથી 150 ફુટ રિગરોડ તરફ અંડરબ્રિજનું કામ હજુ અધૂરુ જ છે. ઓક્ટોબર 2020થી 15 મહિનામાં જે કામગીરી પૂર્ણ કરવાની હતી. તે હજુ પ્રથમ તબક્કામાં પણ પૂર્ણ થઈ નથી. આ પ્રોજેક્ટ માટે જૂન 2023 છેલ્લી મુદ્દત હતી પરંતુ કામ હજુ અધૂરુ જ છે.

આ પણ વાંચો : Groundnut Oil Price : ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ, જન્માષ્ટમીના તહેવારમાં હજુ પણ સસ્તું થઇ શકે છે સિંગતેલ રાજકોટ શહેરના અધૂરા કાર્યોની સીધી અસર શહેરના વિકાસ પર પડી રહી છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર વેપારી મહામંડળે રાજકોટ સાથે અન્યાય કરાતો હોવાને આક્ષેપ કર્યો છે. આ તરફ રાજકોટ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજકીય કિન્નાખોરીના કારણે આ તમામ પ્રોજેક્ટ લટકી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્ર સાથે ક્યાંક ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. જેમા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ હોય, 2000 બેડની જનાના હોસ્પિટલ હોય કે રાજકોટનુ સેટેલાઈટ બસસ્ટેન્ડ અને રાજકોટનો માધાપર ચોકડી બ્રિજ હોય આ તમામ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને તેમ છતા આ કામો ખૂબ જ ઢીલી ગતિએ ચાલી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર સાથે પણ રીતસરના થાબડભાણા થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ તે જોવા મળી રહી છે. ઓવરઓલ જે વિકાસના કામો છે તે ધીમી ગતિએ ચાલી રહ્યા છે તેને કારણે રાજકોટવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">