AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groundnut Oil Price : ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ, જન્માષ્ટમીના તહેવારમાં હજુ પણ સસ્તું થઇ શકે છે સિંગતેલ

તહેવાર પહેલા જ સિંગતેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે. વેપારીઓનું માનવું છે કે જન્માષ્ટમી પર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે.

Groundnut Oil Price : ગૃહિણીઓ માટે ગુડ ન્યૂઝ, જન્માષ્ટમીના તહેવારમાં હજુ પણ સસ્તું થઇ શકે છે સિંગતેલ
Groundnut Oil
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 22, 2023 | 6:10 PM
Share

Groundnut Oil Price : જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં 50થી 60 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવ 15 કિલોના 3000થી 3200 રૂપિયા જ્યારે 15 લીટરના 3060થી 3100 રૂપિયા સુધી પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારમાં લોકો મોટા પ્રમાણમાં ખાદ્યતેલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તહેવાર પહેલા જ સિંગતેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે. વેપારીઓનું માનવું છે કે જન્માષ્ટમી પર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે.

આ પણ વાંચો Rajkot: રાજકોટ બસ પોર્ટમાં દારુ પાર્ટીઓ કરનારાઓ સામે ST અને એજન્સી દ્વારા પોલીસ કાર્યવાહી ટાળવારુપ કાર્યવાહી! Video

નવી મગફળી બજારમાં આવતા ભાવ ઘટ્યા : વેપારી

રાજકોટ સિંગતેલના વેપારી ભાવેશ પોપટના કહેવા પ્રમાણે સિંગતેલમાં હાલમાં ઓછી ડિમાન્ડ છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણથી ઉઘાડ નીકળતા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક થઇ છે. જ્યારે સંગ્રહકર્તાઓ દ્વારા પણ મગફળી વેચાણ માટે બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. વેપારીઓનું માનવું છે કે હાલમાં ઘરાકી ન હોવાને કારણે સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલોના ભાવ પણ ઓછા છે. હાલમાં પામોલિન તેલ, સોયાબિન તેલ, કપાસિયા તેલ 1400થી લઇને 1600 રૂપિયે ડબ્બો મળી રહ્યો છે.

26થી 27 લાખ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય તેવો અંદાજ

આ તરફ સિંગદાણાના વેપારીઓ પણ માની રહ્યા છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું 26થી 27 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થઇ શકે છે. તાજેતરમાં રાજકોટમાં ભારતભરના સિંગદાણાના વેપારીઓ અને બ્રોકરોની એક કોન્ફરન્સ મળી હતી. જેમાં આ અંદાજ લગાડવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના સિંગદાણાની વિશ્વભરમાં ડિમાન્ડ હોય છે. જો કે, સારા અને સમયસર વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઇ શકે છે. તેથી આગામી દિવસોમાં સિંગતેલના ભાવ 200થી 300 રૂપિયા ઘટી શકે છે. સિંગતેલના ભાવ ફરી 2500થી 2700ની સપાટીએ આવી શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">