AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યો, પ્રેમિકાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

મૌસિન અને તેની પ્રેમિકા છેલ્લા ધણાં સમયથી એકબીજાના પ્રેમમાં છે.બંન્ને કાલાવાડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા હતા મૌસિનની પ્રેમિકાના લગ્ન જામનગર થયાં હતા અને તેને ચાર સંતાન પણ છે પરંતુ તે તેના પતિથી દુર રાજકોટ રહેતી હતી

Rajkot : પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યો, પ્રેમિકાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ
Rajkot Police Complaint File For Beating
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 23, 2022 | 8:07 PM
Share

રાજકોટના(Rajkot)પારેવડી ચોકમાં મંગળવારે બપોરના સમયે મૌસીન બુઢીયા નામના વ્યક્તિ તેની પ્રેમિકા સાથે ખરીદી કરી રહ્યો હતો ત્યારે મૌસિનની પત્નિ(Wife)રૂકશાના ત્યાં આવી હતી અને તેની પ્રેમિકાને સાથે જોઇને રોષે ભરાય હતી.રૂકશાનાએ મૌસિનની પ્રેમિકાને ઢોર માર માર્યો(Beating)હતો અને રિક્ષામાં બેસાડીને અવધ બંગલો સુધી લઇ ગયો હતો અને ત્યાં ઢોર માર માર્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખેસડવામાં આવી હતી ત્યાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે રૂકશાના અને મીતલ લુણીયાતર વિરુધ્ધ ૩૦૭ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

અવધ બંગલોમાં લઇ જઇને તેને ઢોર માર માર્યો

જ્યારે આ ગુનામાં અન્ય બે પુરૂષની સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.રૂકશાનાને તેના પતિ મોહસિનના અનૈતિક સબંધોની જાણ હતી.આને કારણે બંન્ને વચ્ચે ઝધડો ચાલતો હતો.મંગળવારે પારેવડી ચોક ખાતે મોહસીન અને તેની પ્રેમિકા મળી જતા રૂકસાનાએ પહેલા તેની પ્રેમિકાને ઢોર માર માર્યો બાદમાં તેનું અપહરણ કરીને તેને રીક્ષામાં કાલાવડ રોડ તરફ લઇ જવાય,ત્યાં તેની સાથે મીતલ જોડાઇ અને બંન્ને અવધ બંગલોમાં લઇ જઇને તેને ઢોર માર માર્યો એટલું જ નહિ પરંતુ તેના ગુપ્તભાગમાં મરચાની ભુકી નાખીને બર્બરતા આચરી હતી.

મૌસિન અને તેની પ્રેમિકા નિકાવા ગામમાં રહેતા હતા

મૌસિન અને તેની પ્રેમિકા છેલ્લા ધણાં સમયથી એકબીજાના પ્રેમમાં છે.બંન્ને કાલાવાડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા હતા મૌસિનની પ્રેમિકાના લગ્ન જામનગર થયાં હતા અને તેને ચાર સંતાન પણ છે પરંતુ તે તેના પતિથી દુર રાજકોટ રહેતી હતી જ્યાં તેને મૌસિન સાથે મુલાકાત થઇ અને બંન્ને વચ્ચે પ્રેમ સબંધ થયાં બાદ સાથે રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો : Banaskantha: ખેલ મહાકુંભમાં ભાગ લેવા 18 ફેબ્રુઆરીથી થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

આ પણ વાંચો :  જામનગરઃ યુનિયન બેન્કમાંથી લોન લઈને 69 લાખનું કૌભાંડ, બેંક મેનેજરનું કારસ્તાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">