Rajkot Game Zone Fire : કોણે ઊભો કર્યો હતો મોતનો જનાજો? જુઓ રાજકોટ અગ્નિકાંડ પહેલા આરોપીઓએ ભેગા મળી કરેલો ખેલ

|

May 26, 2024 | 9:50 PM

રાજકોટ ગેમઝોનમાં અગ્નીકાડના મામલે સોમવારે રાજ્યની વડી અદાલતમાં સુનાવણી થશે. ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેરહીતની અરજી પર સુનાવણી થશે.રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વકીલ કોર્ટમાં હાજર રહેશે. રાજકોટના અગ્નિકાંડમાં 28 લોકોના મો થયા છે. આ ઘટનામાં હવે કડક તપાસ થઈ રહી છે. ત્યારે જુઓ કોણ છે આ મોતના સોદાગર. અને કોણે ઊભો કર્યો હતો મોતનો જનાજો.

Rajkot Game Zone Fire : કોણે ઊભો કર્યો હતો મોતનો જનાજો?  જુઓ રાજકોટ અગ્નિકાંડ પહેલા આરોપીઓએ ભેગા મળી કરેલો ખેલ

Follow us on

અગ્નિકાંડમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સંચાલકોને આરોપી બનાવવામાં આવ્યા છે. 2 સંચાલકો પોલીસના સકંજામાં આવી ગયા છે. જ્યારે હજૂ 4 આરોપીઓ ફરાર છે. જોકે શું માત્ર સંચાલકો જ આ અગ્નિકાંડ માટે જવાબદાર છે. શું પોલીસ અધિકારીઓથી લઇને કોર્પોરેશનની કોઇ બેદરકારી નથી. શું 4 વર્ષથી એક ગેમ ઝોન કોઇ પણ મંજૂરી વગર ચાલી શકે. આ સવાલથી સ્પષ્ટ થાય છે કે સિસ્ટમથી છટકબારી. હવે લોકોને પડી રહી છે ભારી.

રાજકોટ ગેમઝોન અગ્નિ દુર્ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયેલ FIR ના અગત્યના મુદ્દા સામે આવ્યા છે.

રાજકોટ તાલુકા પોલીસ મથક ના સર્વેલન્સ સ્ટાફ PSI પ્રગ્નેશ કુમાર ત્રાજીયા સરકાર તરફે બન્યા ફરિયાદી

TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video

6 આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાઈ છે…

આરોપીઓના નામ

  1. ધવલભાઈ ભરતભાઇ ઠકકર
  2. અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
  3. કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
  4. પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
  5. યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
  6. રાહુલ લલીતભાઇ રાઠોડ

આઇ.પી.સી કલમ- 304,308,337,338,114 મુજબ નોંધાયો ગુનો

ધવલ કોર્પોરેશન અને રેસવે એન્ટરપ્રાઇઝ નામની કંપની ઉભી કરી ટી આર પી ગેમ ઝોન ઉભું કરાયું

  • ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર , માલિક – ધવલભાઈ ભરતભાઈ ઠકકર
  • રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો

(૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન ( ૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભાઇ રાઠોડ

આશરે 50 મીટર પહોળુ તથા આશરે 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવ્યું

અગ્નિ દુર્ઘટના સર્જાય ત્યારે તેને તત્કાળ કાબુ કરી શકાય તેવા અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર અને અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્ર માણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ઉભું કર્યું

સાંજે 5 વાગ્યા ના અરસામાં આગ લાગી

5.45 વાગ્યે રાજકોટ તાલુકા પો.સ્ટે.ની પી.સી.આર. નમ્બર ૨૨ ના ઇન્ચાર્જ પો.કોન્સ.મહાવીરસિંહ જામભાએ psi જીગ્નેશ ત્રાજીયાને જાણ કરતા તેઓ પહોંચ્યા

પોલીસે FIR માં પ્રારંભિક ત્રણ સાક્ષીઓ દર્શાવ્યા

  1. ધુમીલભાઇ કેતનભાઇ કુજડીયા
  2. મનીષભાઇ રમેશભાઈ ખીમસુરીયા
  3. જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા

ગીરીરાજ હોસ્પીટલના તબીબ દ્વારા પોલીસ મથકે સત્તાવાર એમેલસી નોંધ કરાવી

બચાવ કામગીરી માટે પહોંચેલી ફાયરબ્રિગેડ ની ટીમના અધિકારી ભીખાભાઇ થેબાએ પોલીસને શુ કહ્યું?

ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટ્રક્ચર પર બનેલ જણાયુ છે જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ ,અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલી હતી જેમાં ખુબજ મોટા પ્રમાણમાં ઇલકેટ્રીક વાયરીંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલ હતા જો આ ગેમ ઝોન માં આગ લાગવાની ધટના બને તો તેને પહોચી વળી રોકી શકાય તેમજ મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઇ ખાસ અસરકારક ફાયર સાધનો જણાઇ આવેલ ન હતા.

સૌથી મોટી વાત એ છે કે ટી.આર.પી. ગેમ ઝોન દ્રારા ફાયર એન.ઓ.સી. લેવા માટે અરજી પણ નહીં કરી હોવાનો FIR માં ઉલ્લેખ

Published On - 9:46 pm, Sun, 26 May 24

Next Article