AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં આગઝરતી તેજી, ખાદ્યતેલોના ભાવ જાણો

સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે એક અંદાજ પ્રમાણે 32 થી 33 લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જોકે ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સિડ્સના પ્રમુખ સમીર શાહના કહેવા પ્રમાણે દેશમાં કુલ માંગની સરખામણીએ આ ઉત્પાદન ખુબ જ ઓછું છે.

RAJKOT : સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં આગઝરતી તેજી, ખાદ્યતેલોના ભાવ જાણો
RAJKOT: Rising prices of peanut oil, cottonseed oil and palm oil (ફાઇલ)
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:45 PM
Share

RAJKOT : જો આપ બાર મહિનાનું એકસાથે તેલ ખરીદી કરવા માંગતા હોય તો આ સમાચાર છે, છેલ્લા એક થી દોઢ મહિનામાં સિંગતેલની બજાર સ્થિર રહ્યા બાદ ફરી સિંગતેલમાં તેજી જોવા મળી છે.સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે.સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલ અને પામોલીન તેલમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. કપાસિચા તેલ અને પામોલીન તેલમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં 90 થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જો તમામ ખાઘતેલોના ભાવ પર નજર કરીએ તો

સિંગતેલ-2250 થી 2300 કપાસિયા તેલ-2180 થી 2230 પામોલીન તેલ- 1980 થી 2050 સોયાબિન તેલ-2150 થી 2200 મકાઇ તેલ (15 લીટર) 1960 થી 2020 રૂપિયા જોવા મળ્યો છે.

સામાન્ય રીતે સિંગતેલ કરતા કપાસિયા તેલ 700 થી 800 રૂપિયા ઉંચી કિંમતનું હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થતા કપાસિયા તેલ અને સિંગતેલ લગભગ સરખા ભાવે થઇ ગયા છે. જેના કારણે લોકો સિંગતેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે મઘ્યમ વર્ગીય પરિવાર કપાસિયા તેલ ઓછા ભાવ હોવાને કારણે ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ વર્ષે બંન્નેના ભાવ લગભર સરખાં હોવાને કારણે ખાઘતેલના વેપારી કપાસિયા તેલના બદલે સિંગતેલની ખરીદી લોકો કરે તેવું કહી રહ્યા છે. ખાઘતેલના વેપારી ભાવેશ પોપટના કહેવા પ્રમાણે મોટાભાગે ગુજરાતીઓ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં બાર મહિનાના તેલની ખરીદી કરતા હોય છે. આ વર્ષે કપાસિયા તેલ અને સિંગતેલનો ભાવ લગભગ સરખો હોવાને કારણે લોકો સિંગતેલ તરફ વળ્યા છે.

મગફળીનું મબલખ ઉત્પાદન છતા ભાવવધારો

સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે એક અંદાજ પ્રમાણે 32 થી 33 લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જોકે ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સિડ્સના પ્રમુખ સમીર શાહના કહેવા પ્રમાણે દેશમાં કુલ માંગની સરખામણીએ આ ઉત્પાદન ખુબ જ ઓછું છે. હાલની સ્થિતિ પ્રમાણે 65 ટકા જેટલું ખાધતેલોની આયાત કરવી પડે છે. ત્યારે ખાઘતેલનો આભાર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર રહેલો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી જોવા મળી તેજી

પામોલીન તેલ ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જોકે ત્યાંની સરકાર દ્વારા નિકાસને લઇને નિયંત્રણો લાગુ કરવાને કારણે ભારતે તેલની આયાતમાં નિયંત્રણોમાં ઘટાડો કરવા છતા આ ભાવમાં વધારો થયો છે. ત્યારે સિંગતેલના ભાવમાં તેજી પામોલીન સહિતના તેલમાં તેજી થતા થઇ હોવાનું ઓઇલમિલરો માની રહ્યા છે.આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં થોડી વધઘટ થાય તેવી શક્યતા છે. જોકે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Morbi: ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાનો કેસઃ હથિયાર આપનાર રાજકોટના અઝીમ સમાનો ભાઈ મોરબીથી પકડાયો

આ પણ વાંચો : કચ્છ : ધંધુકા હત્યા કેસના પડઘા, હિન્દુ સંગઠનોએ આવેદન આપી ન્યાયીક તપાસની માગ કરી

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">