કચ્છ : ધંધુકા હત્યા કેસના પડઘા, હિન્દુ સંગઠનોએ આવેદન આપી ન્યાયીક તપાસની માગ કરી

આજે કચ્છ કલેકટર કચેરી ખાતે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું હતું અને તપાસના વિવિધ મુદ્દાઓની ઉંડાણપુર્વક તપાસ કરવાની માગ કરી હતી. જેમાં ભારતભરમાં થઇ રહેલી આવી જેહાદી પ્રવૃતિ પાછળ મુખ્ય ભેજાબાજ કોણ છે.

કચ્છ : ધંધુકા હત્યા કેસના પડઘા, હિન્દુ સંગઠનોએ આવેદન આપી ન્યાયીક તપાસની માગ કરી
Kutch: Hindu organizations have demanded a judicial inquiry into the Dhandhuka murder case
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:11 PM

Kutch : ધંધુકા ગામે વિવાદાસ્પદ પોસ્ટ મામલે થયેલા ચકચારી હત્યા કેસમાં (Dhandhuka murder case)જેમજેમ તપાસ આગળ વધતી જાય છે તેમ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. બીજી તરફ હિન્દુ સમાજ (Hindu society)અને સંગઠનમાં પણ આ ઘટનાને લઇને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કચ્છમાં પણ વિવિધ સંગઠનોએ કિશન ભરવાડની હત્યા અને તેના કારણોને લઇને ચિંતા સાથે વહીવટી તંત્ર અને સરકાર પાસે ન્યાયીક તપાસ (Judicial inquiry)સાથે આવા બનાવો પર રોક લગાવવા માટે રજુઆત કરી છે. આજે કચ્છ હિન્દુ યુવા સંગઠને ભુજ કલેટકર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તો બીજી તરફ ગાંધીધામ ખાતે આંજણા કણબી પટેલ સેવાશ્રમ સંસ્થા દ્વારા ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે વિરોધ સાથે આવેદનપત્ર આપી ન્યાયીક અને ઝડપી તપાસની માંગ કરાઇ હતી. તો કિશન હત્યા કેસ સાથે વિધર્મી યુવક દ્વારા રાધનપુર(પાટણ) માં એક દિકરી પર કરાયેલા હુમલાની ઘટનાને પણ વખોડી હતી.

હવે હિન્દુઓને ડર છે: હિન્દુ સંગઠન

આજે કચ્છ કલેકટર કચેરી ખાતે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું હતું અને તપાસના વિવિધ મુદ્દાઓની ઉંડાણપુર્વક તપાસ કરવાની માગ કરી હતી. જેમાં ભારતભરમાં થઇ રહેલી આવી જેહાદી પ્રવૃતિ પાછળ મુખ્ય ભેજાબાજ કોણ છે. કિશન હત્યા કેસમાં સંડોવાયેલ તમામ આરોપીની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે ભારતમાં આવી જેહાદી પ્રવૃતિમાં કોણ-કોણ જોડાયેલુ છે. તે તમામ બાબતોની તપાસ થાય તો સતત હિન્દુઓ પર નજીવી બાબતે થઇ રહેલી આવી હત્યાને લઇ હિન્દુ સમાજમાં તેમના ભગવાનનું નામ લેવામાં પણ ડર લાગે છે કે હત્યા થઇ જશે તો તેવો કટાક્ષ સાથે હિન્દુ સંગઠનના પ્રમુખ રઘુવિરસિંહ જાડેજાએ આવા બનાવો સામે કડક પગલાની માંગ કરી, સાથે જ હિન્દુઓને રક્ષણ આપવા સરકારને આવેદનપત્ર આપ્યું હતું. તો બીજી તરફ રાધનપુરમાં યાશીન બલોચ નામના યુવાન દ્વારા એક યુવતી પર હુમલાની ઘટનાને લઇને પણ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી ન્યાયીક તપાસ માટે રજુઆત કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ધંધુકામાં ધાર્મીક પોસ્ટ અને ત્યાર બાદ પોલિસ કાર્યવાહી પછી પણ એક હિન્દુ યુવાનની હત્યાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. પોલિસે ઝડપી તપાસ સાથે હત્યા કરનાર સહિત મૌલાનાની ધરપકડ કરી છે. પરંતુ આવા વધતા બનાવો વચ્ચે હિન્દુ સંગઠનોએ ન્યાયીક અને ઝડપી તપાસ સાથે આવા જેહાદી મુળની સમગ્ર ભારતમા ઉંડાણ પુર્વક તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો : ગુજરાત સરકાર 3જી માર્ચે બજેટ રજૂ કરશે, આરોગ્ય સહિતના વિભાગો માટેની જોગવાઈઓમાં વધારો થવાની સંભાવના

આ પણ વાંચો : અગસ્ત ક્રાંતિ ટ્રેનના એન્જિન સાથે પિલર અથડાવવાનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો, ઉચ્ચ કક્ષાની તપાસ ટીમના વલસાડમાં ધામા

g clip-path="url(#clip0_868_265)">