AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : જેતપુર-જૂનાગઢ હાઈવે પર કારને રોકી લૂંટને અંજામ આપનારા આરોપી પર પોલીસનો સકંજો, એશોઆરામની જિંદગી જીવવા ચડ્યા લૂંટના રવાડે

Rajkot: જેતપુરના પાંચ પીપળા ગામે નોકરી કરતા અને જૂનાગઢ રહેતા વ્યક્તિને લૂંટારાઓ કારમાં આવીને લૂંટ કરીને નાસી ગયા છે. જેતપુર LCB અને જેતપુર તાલુકા પોલીસે સંયુક્ત રીતે આ લૂંટારૂઓને પકડી પાડ્યા છે.

Rajkot : જેતપુર-જૂનાગઢ હાઈવે પર કારને રોકી લૂંટને અંજામ આપનારા આરોપી પર પોલીસનો સકંજો, એશોઆરામની જિંદગી જીવવા ચડ્યા લૂંટના રવાડે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 7:39 PM
Share

હજી તો મૂછનો દોરો ફૂટી રહ્યા છે ત્યાં જ લૂંટને અંજામ આપનાર આ લૂટારાનો ખાસ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવો હજી તો યુવાનીમાં પગ મૂકી રહ્યા છે ત્યારે આ લોકો પોતના મોજ શોખ પૂરો કરવા માટે ગુનાના રસ્તે ચડ્યા. કાર લઈને ફરવું અને એશો આરામની જિંદગી જીવવા માટે આ લબરમૂછીયા લૂટના રવાડે ચડયા. પોલીસ સકંજામાં આવેલા આરોપીઓએ 29 માર્ચના રોજ જેતપુર–જૂનાગઢ હાઇવે એક રાહદારીનું અપરહણ કરી લૂંટ ચલાવી હતી. જે બદલ પોલીસે ગણતરીના સમયમાં આ લૂંટારૂઓનું પગેરુ શોધી જેલ હવાલે કર્યા.

તારીખ 29ના રોજ જૂનાગઢ રહેતા અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં જિલ્લા સહકારી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા વિશાલ સાવલિયા પોતના ઘરે જવા નીકળ્યા હતા. હાઇવે ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે એક સફેદ કલરની કાર આવીને તેનો રસ્તો રોક્યો હતો. કારમાંથી આ 5 લબરમૂછીયા છોકરા નીચે ઉતરીને વિશાલભાઈને મારમારીને કારમાં જબદસ્તીથી બેસાડ્યા હતા અને તેનું અપહરણ કર્યું હતુ.

કારમાં જ તેને માર મારીને તેની પાસે રહેલ આઈફોન, પહેરેલ સોનાની ચેન, રોકડ રૂપિયા લૂંટી લીધુ હતુ અને રસ્તા ઉપર ઉતારી દીધા હતા. બાદમાં આરોપીઓ દ્વારા ફરિયાદી વિશાલ સાવલિયાને ફોન કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં પણ આવી હતી. વિશાલભાઈએ આ બાબતની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે રાજકોટ પોલીસ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Ananda : બોરસદમાં સમી સાંજે કરિયાણાના વેપારી સાથે લૂંટ, પ્રતિકાર કરતા લુંટારુંએ વેપારી પર કર્યો ચાકુ વડે હુમલો

રાજકોટ પોલીસને મળેલ માહિતી મુજબ એક સફેદ કાર જૂનાગઢ તરફથી આવી અને સુરત તરફ જઈ રહી છે અને આ કાર વડીયા પાસેથી નીકળશેની માહિતી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા અને કારને પકડી પડતાં તેમાંથી શંકાસ્પદ રીતે આ 5 યુવકો મળ્યા હતા. તેની જડતી લેતા તેની પાસેથી સોનાની ચેન, આઈફોન મળી આવ્યો હતો અને તેના અંગે પૂછતાં તેવોએ આ ફોન લૂંટનો હોવાની કબૂલાત કરી હતી.

કાર લઈને ફરવું અને એશો-આરામની જિંદગી જીવવા માટે આ લબર મૂછીયા લૂંટ ના રવાડે ચડયા, હાલ તો તેમના મોજ-મજા કરવાના સપના ધૂળમાં મળી ગયા છે હવે તેઓ જેલમાં રહીને જ જેલની રોટલી ખાવાનો વારો આવ્યો છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">