Ananda : બોરસદમાં સમી સાંજે કરિયાણાના વેપારી સાથે લૂંટ, પ્રતિકાર કરતા લુંટારુંએ વેપારી પર કર્યો ચાકુ વડે હુમલો
બોરસદમાં ગઇકાલે સમીસાંજે કરિયાણાના વેપારી પર લુંટારૂઓ ત્રાટક્યા હતા. બોરસદ બસ સ્ટેન્ડ પાસે કરિયાણાની દુકાન ધરાવતા વેપારી દુકાન બંધ કરી રહ્યા હતા તે સમયે 2 લુટારુંઓ બાઇક પર આવ્યા અને વેપારીના હાથમાંથી રૂપિયા ભરેલું પાકીટ ઝુંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આણંદ જિલ્લામાં ચોર લુંટારૂઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરી-લૂંટફાંટની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. બોરસદમાં ગઇકાલે સમી સાંજે કરિયાણાના વેપારી પર લુંટારૂઓ ત્રાટક્યા હતા. બોરસદ બસ સ્ટેન્ડ પાસે કરિયાણાની દુકાન ધરાવતા વેપારી દુકાન બંધ કરી રહ્યા હતા તે સમયે 2 લુટારુંઓ બાઇક પર આવ્યા અને વેપારીના હાથમાંથી રૂપિયા ભરેલું પાકીટ ઝુંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વેપારીએ પ્રતિકાર કરતા લુંટારુંએ વેપારી પર ચાકુ વડે હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા.
વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ તો નોંધાવી છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે લૂંટની ઘટના સમયે સ્થળ પર CCTV પણ કાર્યરત ન હતા. જે અંગે જવાબદાર અધિકારીને સવાલો પણ પૂછવામાં આવ્યા પરંતુ તેમણે ગોળગોળ જવાબો આપી પ્રતિક્રિયા ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
Trader looted & injured during a loot in Borsad, #Anand #Gujarat #TV9News pic.twitter.com/8MHhkiPMl1
— Tv9 Gujarati (@tv9gujarati) April 5, 2023
પોલીસે આરોપીઓને પકડવા ચક્રો કર્યા ગતિમાન
હાલ આ સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીઓને પકડવા તમામ ચક્રો ગતિમાન કરી દીધા છે. પરંતુ એક તરફ જ્યાં ચોરી અને લૂંટફાટ સહિત ગુનાખોરીને અંકુશમાં લાવવા માટે આજના સમયમાં પોલીસ વિભાગ દ્વારા અવનવી ટેકનોલોજીનો વપરાશ થતો હોય છે. CCTV સહિતના અનેક ઉપકરણો આરોપીઓને પકડવા ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. ત્યારે બીજી તરફ આ કિસ્સામાં જે પ્રકારે બિન કાર્યરત CCTV અંગેની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લઇ તંત્ર દ્વારા જ અપરાધીઓને ગુનો આચરવા માટે છુટો દોર અપાતો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. જે ખેદની વાત છે.
ભાવનગરમાં 51 મંદિરમાં ચોરી કરનારી ગેંગ પકડાઈ
આ અગાઉ ભાવનગર સહિત રાજ્યના કુલ 51 મંદિરમાં ચોરી કરનારી ગેંગને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ દ્વારા દર્શન કરવાના બહાને વિવિધ મંદિરોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીનાની મંદિરમાંથી ચોરી કરવામાં આવતી હતી.પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને અતુલ ધકાણ, સંજય સોની અને ભરત થડેશ્વરની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીના 3 ચોરને ઝડપીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ચોરીનો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…