Ahmedabad: નિકોલમાં ફિલ્મી ઢબે લૂંટ કરનાર 4 આરોપીની ધરપકડ, સીસીટીવી Videoના આધારે પોલીસે ઝડપ્યા
નિકોલ પોલીસને ઘટના બન્યા બાદ મહત્વના સીસીટીવી ફૂટેજ જોતા આરોપીઓની ઓળખ થઈ ગઈ અને હ્યુમન ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે શેરકોટડા વિસ્તારમાંથી આ ચારે આરોપીઓને પકડી પડ્યા.જો કે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા લૂંટમાં ગયેલા 22 મોબાઇલ રોકડ 11,500 અને હથિયાર કબજે કર્યું હતું.
અમદાવાદના નિકોલમાં ફિલ્મી ઢબે દુકાનમાં પ્રવેશ કરીને લૂંટ કરનાર 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં લૂંટારા મોબાઇલની બેટરી ખરીદવાના બહાને રીક્ષા લઈને લૂંટ કરવા પહોંચ્યા છે. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય લૂંટારાને ઝડપીને લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમા પોલીસ આરોપી સંજય સિંગ તોમર, તરુણ સિંગ પરિહાર, હંસરાજસિંહ તોમર અને વિવેક બધેલની ધરપકડ કરવામાં આવી. આ ચારેય આરોપી શોર્ટકટથી રૂપિયા કમાવવા લૂંટ કરવાનો પ્લાન બનાવી નાખ્યો અને આવી ગયા પોલીસ સકંજામાં છે. જ્યારે નિકોલ પોલીસે આ ચારે આરોપીની લૂંટના આરોપમાં પકડ્યા છે. જે શુકન ચાર રસ્તા પાસે આવેલી એક મોબાઇલ શોપમાં તીક્ષણ હથિયારની અણીએ લૂંટ કરવા ગયા હતા. દુકાન માલિકને હથિયારની અણીએ 22 મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જો કે આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોધી વધુ તપાસ શરૂ કરી દીધી.
મહત્વના સીસીટીવી ફૂટેજ જોતા આરોપીઓની ઓળખ થઈ ગઈ
નિકોલ પોલીસને ઘટના બન્યા બાદ મહત્વના સીસીટીવી ફૂટેજ જોતા આરોપીઓની ઓળખ થઈ ગઈ અને હ્યુમન ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે શેરકોટડા વિસ્તારમાંથી આ ચારે આરોપીઓને પકડી પડ્યા.જો કે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા લૂંટમાં ગયેલા 22 મોબાઇલ રોકડ 11,500 અને હથિયાર કબજે કર્યું હતું.એટલું જ નહીં પહેલી વખત જ મોજ શોખ પૂરા કરવા આ લબર મુછીયા ગેંગે લૂંટનો પ્લાન કર્યો હતો અને લૂંટ માટે ની ટીપ આરોપી હંસરાજી આપી હતી.
અન્ય કોઈ ગુનાઓમાં આ ટોળકી સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસએ વધુ તપાસ હાથ ધરી
જેમાં પકડાયેલ આરોપી હંસરાજ અગાઉ આ જ મોબાઈલ શોપ માં નોકરી કરતો હતો પરંતુ નોકરી છોડી તેને મિત્રો સાથે શોર્ટકટથી રૂપિયા કમાવવા લુટ નો રસ્તો અપનાવ્યો પણ લાંબો સમય સુધી પોલીસના હાથે પકડાવાથી બચી શક્યા નહીં. આરોપીઓ એ આ લૂંટ માટે પોતાનો વાહન પણ ઉપયોગ ન કરતા ભાડે રીક્ષા લઈને આવ્યા હતા. હાલ તો પોલીસે ચારેયની ધરપકડ કરી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.ત્યારે અન્ય કોઈ ગુનાઓમાં આ ટોળકી સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસએ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…