Rajkot: રાજકોટથી પાટીલનો હુંકાર, લોકસભામાં ભાજપ જીતશે ગુજરાતની તમામ 26 બેઠકો, દરેક સીટ પર મેળવશે 5 લાખની લીડ
Rajkot: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજકોટથી હુંકાર કર્યો કે આ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતની તમામ 26 એ 26 બેઠકો જીતશે. દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો તેમણે દાવો કર્યો. રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની પાટીલે મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે આ લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોમાં જોશ ભર્યો હતો.
Rajkot: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે રાજકોટની મુલાકાતે હતા. સી આર પાટીલે આજે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને અહીં રાજકોટ પૂર્વ વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સી આર પાટીલે લોકસભાની ચૂંટણીને લઇને હુંકાર કર્યો હતો.સી આર પાટીલે દાવો કર્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26 માંથી 26 બેઠકો પર વિજય મેળવશે અને દરેક બેઠક પર પાંચ લાખ કરતા વધારે લીડ મળશે.
યુવાઓ અને મહિલાઓને પણ યોગ્ય તક અપાશે-પાટીલ
સી આર પાટીલે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદાર ભાઇઓ બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા 156 બેઠક આપી છે એટલું જ નહિ 2014 અને વર્ષ 2019માં પણ 26 માંથી 26 બેઠકો આપી છે. વર્ષ 2024માં પણ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે અને તેના હાથ વધુ મજબુત કરવા માટે તેમને સત્તા સોંપવા માટે 26 સીટો આપવા માટે ગુજરાતના ભાઇ બહેનોનો વિશ્વાસ દેખાઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દરેક સીટ 5 લાખની લીડથી જીતવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
લોકોનો વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના કામો,દેશ અને દુનિયામાં તેમણે કામ કરીને તેઓએ દેશના અર્થતંત્રને મજબુત કર્યું છે. દેશની ધરોહરને મજબુત કરી છે. દેશની સંસ્કૃતિને મજબુત કરી છે જેના કારણે અનેક વિકાસના કામો થયા છે. જેથી તેને ફરી જંગી લીડથી ચૂંટાવવા માટે થનગની રહ્યા છે અને તેના સાથ સહકાર અને વિશ્વાસ સાથે આગળ વધીશું. યુવાનો અને મહિલાઓને લોકસભામાં તક આપવાના પશ્નના પ્રત્યુતરમાં સી આર પાટીલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી હંમેશા યુવાનો અને મહિલાઓને તક આપતા રહ્યા છે વિધાનસભામાં 14 જેટલા મહિલાઓ પ્રતિનિધીત્વ કરી રહી છે.આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓને યોગ્ય પ્રતિનિધીત્વ મળશે.
આ પણ વાંચો: Ahmedabad : tv9ના અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યુ તંત્ર, શાસ્ત્રી બ્રિજના સમારકામની શરૂઆત- Photos
મોરબીમાં રામકથામાં સી આર પાટીલે હાજરી આપી
ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે હતા. મોરબી ખાતે બ્રિજ દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માના મોક્ષાર્થે મોરારિ બાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકથામાં હાજરી આપી હતી. આ રામકથામાં આયોજક તરીકે સાંસદ મોહન કુંડારિયા છે. આજે સી આર પાટીલે મોરબી ખાતે હાજર રહીને કથા શ્રવણ કર્યું હતું અને મોરારી બાપુના આર્શિવાદ લીધા હતા જ્યાંથી તેઓ રાજકોટ આવ્યા હતા. જ્યાં રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યલયે હાજરી આપી હતી અને ત્યાંથી એક ખાનગી કાર્યક્રમમાં હાજર રહીને રવાના થયાં હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો