Rajkot: ધોરાજીના નકલંક ધામના નામે હરિદ્વારમાં ઓનલાઇન બુકિંગની છેતરપિંડી

Rajkot: ધોરાજીના નકલંક ધામના નામે હરિદ્વારમાં ઓનલાઇન બુકિંગની છેતરપિંડી

રાજકોટના ધોરાજીના (Dhoraji) તોરણિયા સેવાદાસ બાપા આશ્રમ નકલંક ધામના નામે હરિદ્વારમાં ગઠિયાઓએ ખોટી વેબસાઇટ બનાવીને શ્રદ્ધાળુઓના પૈસા ખંખેરી લીધા હતા. આ અંગે ધોરાજી આશ્રમના મહંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Jun 20, 2022 | 10:07 AM

રાજકોટના(Rajkot) ધોરાજી (Dhoraji )નજીક આવેલા તોરણીયા સેવાદાસ બાપા આશ્રમ નકલંકધામ દ્રારા હરિદ્વારમાં નકલંક ધામ શ્રી સેવાદાસ બાપાના નામે આશ્રમ બનાવવામાં આવ્યો છે. જ્યાં ઓનલાઇન બકિંગની સુવિધા નથી, પરંતુ યાત્રિકો ત્યાં પહોંચે ત્યારે તેમને આશ્રમની વ્યવસ્થા પ્રમાણે રહેવા -જમવાની સુવિધા આપવામાં આવે છે. ત્યારે એવી ઘટના સામે આવી છે કે ગુજરાત સિવાય અન્ય રાજ્યના કોઈ યાત્રિકે નકલંકધામ હરિદ્વાર આશ્રમનાં ફોટા વાળી ઓનલાઇન સાઈટ પર રકમ આપી આશ્રમમાં રૂમ બુક કરાવ્યા હતાં. જોકે આ યાત્રિકોને નાણા ચૂકવ્યા બાદ જાણવા મળ્યું હતું કે નકલંક આશ્રમમાં ઓન લાઈન બુકિંગની વ્યવસ્થા જ નથી અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ ઘટનાની જાણ થતા નકલંગધામ આશ્રમ હરિદ્વાર દ્વારા અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તો બીજી તરફ ધોરાજીમાં આવેલા નકલંક ધામ તોરણીયા અને હરિદ્વાર આશ્રમના મહંત રાજેન્દ્ર દાસ બાપુએ માધ્યમોને જણાવ્યું હતું કે અજાણ્યા ઠગ દ્વારા નકલંકધામ હરિદ્વારની ખોટી વેબસાઈટ બનાવવામાં આવી છે અને આ વેબસાઇટ દ્વારા વોકોના પૈસા પડ઼ાવાવનું કામ કરવામાં આવ્યું છે. વેબસાઇટમાં આશ્રમના છે તેવા જ ફોટો પણ લગાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આશ્રમ ખાતે નલાઇન નહીં પરંતુ વ્યક્તિઓની હાજરીમાં જ રૂમ અને અન્ય સુવિધાઓનું બુકિંગ કરવામાં આવે છે.

શ્રદ્ધાળુઓ નકલંગ ધામના નામે છેતરાયા હોવાની વિગતો સામે આવતા આશ્રમ દ્વારા હરીદ્વાર ખાતે અજાણ્યા લોકો સામે ઓનલાઇન છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરવામાં નોંધાવવામાં આવી છે. પોલીસે આ  વેબસાઇટ કયા રાજ્યમાંથી બનાવવામાં આવી છે તેમજ અત્યાર સુધીમાં આ વેબસાઇટ દ્વારા કેટલા શ્રદ્ધાળુઓના નાણાં આ રીતે ખંખેરી લેવામાં આવ્યા છે તે અંગેની પૂરતી તપાસ શરૂ કરી છે.

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati