Breaking News : મહેસાણામાં 6.16 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઈ, 154 મેટ્રિક ટન જીરાનો જથ્થો સગેવગે કરવાનો આરોપ
મહેસાણામાં 6.16 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે. મેનેજર મુકેશ ઠક્કરે ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સુપરવાઈઝર ગુણવંત મિસ્ત્રી અને પ્લાન્ટ ઓપરેટર જસવંતગીરી ગોસ્વામી પણ સામેલ છે. જેમાં ભેગા મળીને કંપનીના ત્રણે કર્મચારીએ કંપનીને ચૂનો લગાવ્યો છે. આ ત્રણેય વિરુદ્ધ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મહેસાણામાં(Mehsana) 6.16 કરોડની ઠગાઇની(Fraud) ફરિયાદ નોંધાઈ છે. જેમાં કંપનીના કર્મચારીએ જ 154 મેટ્રિક ટન જીરાનો જથ્થો સગેવગે કરવાનો આરોપ છે.જેમાં ઊંઝાના ઉનાવા ગામ નજીક કંપનીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કુંવરજી કોમટ્રેડ રિટેઈલ પ્રા.લી કંપની સાથે ઠગાઈ થઇ છે. ખુદ કંપનીના કર્મચારીઓએ કંપનીને ચૂનો લગાવ્યો છે. મેનેજર મુકેશ ઠક્કરે ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સુપરવાઈઝર ગુણવંત મિસ્ત્રી અને પ્લાન્ટ ઓપરેટર જસવંતગીરી ગોસ્વામી પણ સામેલ છે. જેમાં ભેગા મળીને કંપનીના ત્રણે કર્મચારીએ કંપનીને ચૂનો લગાવ્યો છે. આ ત્રણેય વિરુદ્ધ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…