Rajkot Fire: શાપર વેરાવળમાં બંગડીના કારખાનામાં ભીષણ આગ, વિશાળ ધુમાડાઓએ સર્જયા ભયાનક દ્રશ્યો

કારખાનામાં પડી રહેલા કોઈ કેમિકલ કે જ્વલનશીલ પદાર્થને કારણે આગ વધુ પ્રસરી હોવાનું મનાય રહ્યું છે. દૂર દૂર સુધી ધુમાડા દેખાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 7:45 PM

Rajkot Fire: શાપર વેરાવળ (Shapar Veraval) માં બંગડીના કારખાનામાં ભીષણ આગ (Massive fire) લાગી છે. આ વિકરાળ આગને લઈને તેના ધુમાડાઓ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

 

શાપર વેરાવળમાં આવેલ સિલ્વર પોલીમર નામના એકરેલીક અને પ્લાસ્ટિકની બંગડીના કારખાનામાં અંદાજે બપોરના 4.45 કલાક આસપાસ અચાનક આગ લાગી હતી.

બંગડીના કારખાનામાં લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા પોલીસ, ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમ ઘટના સ્થળે પોહચી ગઈ છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુના કારખાનાઓ પણ ફફડી ઉઠ્યા હતા. આગના દ્રશ્યો એટલા ડરામણા હતા કે આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

આગ લાગ્યાની પ્રાથમિક વિગત મુજબ બોઇલરના તીખારા એક્રેલિકના જથ્થાને લાગતા આગ લાગી હતી. જેને વિશાળ અને ભયાનક આગનું રૂપ લીધું હતું. અંદાજીત 3 કલાક ની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

 

આ પણ વાંચો: Rajkot: નાઈટ કર્ફ્યુને લીધે ટ્રાવેલ્સ સંચાલકોની હાલત કફોડી, ટ્રાવેલ્સ સંચાલકોએ પોલીસ કમિશનર પાસે છૂટછાટની માંગ કરી

 

આ પણ વાંચો: પત્નીથી છૂટકારો મેળવવા બનાવ્યો પોતાનો જ નકલી કોરોના પોઝિટિવ રિપોર્ટ, જાણો પછી શું થયું?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">