મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની કરોડો રૂપિયાની જમીન બિલ્ડરને લ્હાણી કરી દીધી

રાજકોટના યુનિવર્સિટી રોડ પર લાડાણી બિલ્ડર ગ્રુપનો ફલેટ્સનો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટમાં 1547 ચો.મી જમીન યુનિવર્સિટીની માલિકીની છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્રારા એક તરફી પંચનામૂ કરીને આ જમીન બિલ્ડરને સોંપી દેવામાં આવી છે.

મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની કરોડો રૂપિયાની જમીન બિલ્ડરને લ્હાણી કરી દીધી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 26, 2024 | 9:36 AM

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાના એક પછી એક કૌંભાડ સામે આવી રહ્યા છે.હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને લ્હાણી કરી દીધી હોવાનો વિવાદ સામે આવ્યો છે. જેેને લઇને અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર લાડાણી બિલ્ડર ગ્રુપનો ફલેટ્સનો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટમાં 1547 ચો.મી જમીન યુનિવર્સિટીની માલિકીની છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્રારા એક તરફી પંચનામૂ કરીને આ જમીન બિલ્ડરને સોંપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને યુનિવર્સિટીની માલિકીની જગ્યા તેને પરત આપવાની માંગ કરી છે.

વર્ષ 2021થી ચાલે છે આ જમીનનો વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કમલ ડોડિયાએ વિવાદ અંગે જણાવ્યું હતું કે વર્ષ 1968માં સરકાર દ્વારા આ જગ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી જો કે વર્ષ 2021માં રૈયા ટીપી સ્કીમ નંબર 16 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા યુનિવર્સિટીની જાણ બહાર આ જમીનનો કબ્જો લઇ લીધો હતો અને પાછળથી આ જમીન લાડાણી બિલ્ડર ગ્રુપને આપી દીધી હતી.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

યુનિવર્સિટી દ્વારા વર્ષ 2021થી પત્ર વ્યવહાર કરવામાં આવી રહ્યા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવતો નથી. હવે જ્યારે ટીપીઓ સાગઠિયા જેલામાં છે ત્યારે યુનિવર્સિટી દ્વારા ફરી પત્ર લખીને આ જમીન વિવાદ અંગે તપાસ કરવાની માગ કરી છે.યુનિવર્સિટીએ બિલ્ડર દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીન પરત અપાવવા અને કમ્પાઉન્ડ હોલ ફરી બનાવી આપવાની માગ કરી છે.

RMC દ્વારા એકતરફી પંચનામું કરાયું-કુલપતિ

આ અંગે કુલપતિ ડો.કમલ ડોડિયાએ વધુમાં કહ્યું હતું કે આ જગ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ જગ્યાની ફાળવણી કરી ત્યારે યુનિવર્સિટીને કોઇ જાણ કરી ન હતી. અમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા નિયમોની વિરુદ્ધ બિલ્ડરને સોંપી દેવામાં આવી છે.આ જગ્યા યુનિવર્સિટીની માલિકીની છે તેમ છતા ટીપી સ્કિમમાં કઇ રીતે સમાવવામાં આવી તે મોટો પ્રશ્ન છે.

હાલમાં આ જગ્યા પર બાંધકામ શરૂ થઇ ગયું છે ત્યારે મહાનગરપાલિકા આ અંગે યોગ્ય નિર્ણય લે તેવી અમારી માંગ છે. અમે આ જગ્યા માટે કાનુનિ લડત કરવા માટે પણ તૈયાર છીએ.મહાનગરપાલિકાના જવાબ બાદ યુનિવર્સિટીની સર્વોચ સત્તામંડળ આ અંગે નિર્ણય લેશે.

શું લાડાણી બિલ્ડરને સાગઠિયાએ ફાયદો કરાવ્યો ?

સૌરાષ્ટ્ર્ યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગત મુજબ ટીપી સ્કિમમાં બીજી તરફની જગ્યા કપાતમાં જતી હતી, પરંતુ તેના કારણે બિલ્ડરને ફાયદો મળતો ન હતો જેથી ટીપી શાખા દ્વારા યુનિવર્સિટીની માલિકીની જગ્યા બિલ્ડરને લ્હાણી આપી દેવામાં આવી હતી.આ અંગે લાડાણી બિલ્ડરનો સંપર્ક કરતા તેઓ બિમાર હોવાનું કહીને મિડીયા સામે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખા દ્રારા નિયમોની આંટીઘુટી દર્શાવીને યુનિવર્સિટીને પ્રત્યુતર આપ્યો ન હતો.હવે જ્યારે સાગઠિયાના કારનામાં છતા થયા છે ત્યારે આ કેસમાં તટસ્થ તપાસ થવી જરૂરી છે.યુનિવર્સિટીના કેમ્પસ નજીક બિલ્ડરને ફાયદો થાય તે માટે સાગઠિયાએ ક્યાં સોગઠા બેસાડ્યા છે તે તપાસનો વિષય છે.જોવાનું રહેશે આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર કોઇ કાર્યવાહી કરે છે કે કેમ.

g clip-path="url(#clip0_868_265)">