Rajkot : અમદાવાદ હાઈવે પર કારમાંથી ઝડપાયો દારુ, LCBએ 2 આરોપીની કરી ધરપકડ
રાજકોટમાં કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ હતી. અમદાવાદ હાઇવે પર SUV કારમાંથી દારૂ ઝડપાયો હતો. કારના ચોરખાનામાં સંતાડેલો 96 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો છે.
આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે રાજકોટમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે. જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા.
જો ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ હતી. અમદાવાદ હાઇવે પર SUV કારમાંથી દારૂ ઝડપાયો હતો. કારના ચોરખાનામાં સંતાડેલો 96 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો છે. LCBએ બે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી રમેશસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ જાડેજા નામના શખ્સોની ધરપકડ કરાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot: કેકેવી ચોક બ્રિજનું કામ પૂર્ણ થવામાં તારીખ પે તારીખનો સિલસિલો યથાવત, 2-2 મુદ્દત પુરી થયા બાદ આવી નવી તારીખ
જૂનાગઢમાં ઝડપાયો હતો દારુનો જથ્થો
તો બીજી તરફ આવી જ એક ઘટના જૂનાગઢમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના A ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં 178 બોટલ દારુ અને કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો હતો. અન્ય એક આરોપી ફરાર છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં મહિલા કોર્પોરેટર પતિની કારમાંથી ઝડપાયો હતો દારુનો જથ્થો
આ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.
ખુલ્લા પ્લોટમાં પડેલી કારના કાચ તોડી વિજિલન્સે દારુનો જથ્થો ઝડપ્યો હતો. વિજિલન્સ ટીમે 57,360નો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ આરોપી ફરાર થયો હતો. સમગ્ર ઘટનાની તપાસ વડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…