Rajkot : તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી એસટી વિભાગ 200થી વધુ બસ દોડાવશે, ચાર એડવાન્સ બુકિંગ વિન્ડો કાર્યરત, જુઓ Video
રાજ્યમાં આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેને લઈને રાજકોટ એસટી વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તલાટીની પરીક્ષાને ધ્યાને રાખીને રાજકોટ એસટી વિભાગે 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેને લઈને રાજકોટ એસટી વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તલાટીની પરીક્ષાને ધ્યાને રાખીને રાજકોટ એસટી વિભાગે 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ બસની એડવાન્સ બુકીંગ માટેની બારીઓમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Rajkot :સીટી બસ સર્વિસની વધુ એક બેદરકારી સામે આવી, મુસાફરો ભરેલી બસની એક્સેલ તૂટી, જુઓ Video
સામાન્ય રીતે એડવાન્સ બુકીંગની બે બારીઓ હોય છે. પરંતુ તલાટીની પરીક્ષાને લઈ એડવાન્સ બુકીંગ ચાર બારીઓ કાર્યરત કરવામાં આવે છે. રાજકોટની વાત કરીએ તો અહીં 200 કેન્દ્રો પર 55 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રો જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં આપવામાં આવ્યા છે, તેવા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ પર પણ બસો દોડાવવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…