ના હોય ! રાજકોટ જિ. પંચાયતની મનમાની, હવે 500ની જગ્યાએ દુકાનદારો પાસેથી વસુલશે 35 હજાર ભાડુ

જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવક વધારવા માટે દુકાનધારકોના(Shopkeeper)  ભાડામાં 70 ગણો વધારો કરવામાં આવ્યો છે.

ના હોય ! રાજકોટ જિ. પંચાયતની મનમાની, હવે 500ની જગ્યાએ દુકાનદારો પાસેથી વસુલશે 35 હજાર ભાડુ
રાજકોટમાં જિલ્લા પંચાયત હસ્તકની દુકાનોના ભાડામાં વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 8:34 AM

Rajkot : રાજકોટમાં જિલ્લા પંચાયત(Rajkot Jilla Panchayat)  હસ્તકની દુકાનના ધારકોને હવે 500ની જગ્યાએ 35 હજાર રૂપિયા ભાડૂ ચુકવવું પડશે.35 હજારનું ભાડૂ આપવા માટે જિલ્લા પંચાયતે દુકાનધારકોને નોટિસ પાઠવી છે.જો દુકાનધારકો 35 હજારનું ભાડૂ નહીં ચુકવે તો એક મહિનામાં દુકાન ખાલી કરવી પડશે.જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવક વધારવા માટે દુકાનધારકોના(Shopkeeper)  ભાડામાં 70 ગણો વધારો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તકની દુકાનોનું (Rent) વર્ષોથી માત્ર 500 રૂપિયાનું ભાડું વસુલવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખે લોકદરબારનું આયોજન કર્યું હતુ

તમને જણાવવું રહ્યું કે, સોમવારે પ્રમુખ હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા પંચાયતનો લોકદરબાર (Lokdarbar) યોજાયો હતો. જામનગરથી (Jamnagar) વાગોદર જવાનો રસ્તો ખરાબ હોવાની રજૂઆત વાગોદર ગામના અરજદારે પ્રમુખને કરી હતી.દોઢ વર્ષથી રજૂઆત છતાં રોડનું સમારકામ ન થતા લોકદરબારમાં રજૂઆત કરાઈ હતી..જો કે લોકદરબારમાં માત્ર બે ગામના પ્રશ્નો આવ્યા હતા.સંગઠન પ્રભારીએ સૂચના આપ્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે લોકદરબારનું આયોજન કર્યું હતુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવેથી દર સોમવારે એક કલાકનો લોક દરબાર મળશે

તો આ તરફ જિલ્લા પંચાયતના પ્રમુખે (Jilla panchayat chief) કહ્યું, લોકોના પ્રશ્નો નથી જેથી લોકદરબારમાં કોઇ આવ્યા નથી.લોકદરબારમાં બે પ્રશ્નો આવ્યા છે.જેનું નિરાકારણ ટુંક સમયમાં આવશે.હવેથી દર સોમવારે એક કલાકનો લોક દરબાર મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">