Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની પ્રજાલક્ષી એપ્લિકેશન ગ્રામ્ય સ્તરે પહોચાડવા તંત્ર એક્શનમાં, જનતાની સમસ્યા હવે સીધી પંચાયત પ્રમુખ પાસે પહોચશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:41 PM

Rajkot: રથ ગ્રામ્ય સ્તરે લોકોને આ એપ્લીકેશનની માહિતી આપશે અને તેને ડાઉનલોડ કરાવશે જેથી ગ્રામ્ય સ્તરે કોઇ સમસ્યા હોય તો તે સીધી જ જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી પહોંચશે

Rajkot:  રાજકોટ જિલ્લા પંચાયત(Rajkot Jilla Panchayat)ના પ્રમુખ દ્રારા તૈયાર કરવામાં આવેલી પ્રજાના પ્રશ્નો એપ્લીકેશન (Community Application) ગ્રામ્ય સ્તરે વેગવંતી બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. પ્રમુખ ભૂપત બોદર દ્રારા ગ્રામ્ય સ્તરે આ સુવિધા પહોંચાડવા માટે અને લોકોને સમજ મળે તે માટે ગામડે-ગામડે રથ રવાના કરવામાં આવ્યા છે તે માટે 11 જેટલી ટેક્નિકલ ટીમ પણ રવાના કરવામાં આવી છે.

સાંસદ મોહન કુંડારિયાએ આ રથને લીલીઝંડી આપી હતી. આ રથ ગ્રામ્ય સ્તરે લોકોને આ એપ્લીકેશનની માહિતી આપશે અને તેને ડાઉનલોડ કરાવશે જેથી ગ્રામ્ય સ્તરે કોઇ સમસ્યા હોય તો તે સીધી જ જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી પહોંચશે અને તેઓ આ સમસ્યાનો નિકાલ કરી શકશે.

 

g clip-path="url(#clip0_868_265)">