AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પડધરીમાંથી મળેલા માનવ કંકાલનો ખૂલ્યો ભેદ, પતિએ જ હત્યા કરી લાશને સળગાવી દીધી

Rajkot: રાજકોટના પડધરી તાલુકામાંથી મળેલા માનવ કંકાલનો ભેદ ઉકેલાયો છે. 9 ઓક્ટોબરે પડધરીની સીમ વિસ્તારમાંથી એક માનવ કંકાલ મળી આવ્યુ હતુ. આ માનવ કંકાલ કોનુ છે તેની પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે સીસીટીવીને આધારે પોલીસે હત્યારાને પકડી કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પત્ની અને ગૃહકંકાસમાં આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી છે,

Rajkot: પડધરીમાંથી મળેલા માનવ કંકાલનો ખૂલ્યો ભેદ, પતિએ જ હત્યા કરી લાશને સળગાવી દીધી
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 23, 2023 | 10:32 PM
Share

Rajkot:  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર પડધરીની સીમમાંથી મળેલા માનવ કંકાલનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રેમ પત્નિ અને ઘરકંકાસમાં આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.પોલીસે હત્યા કરનાર હોટેલના મેનેજરને પકડીને આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પડધરી તાલુકાના ખામટા ગામની સીમમાં એક માનવ કંકાલ મળી આવ્યુ હતુ.પોલીસ માટે એ કોયડો બન્યો કે આ માનવ કંકાલ કોનો છે ?

સીસીટીવીના દેખાયેલી કારના નંબરને આધારે હત્યારા સુધી પહોંચી પોલીસ

સળગેલી હાલતમાં પડેલો આ મૃતદેહ કઇ રીતે અહીં પહોંચ્યો ? પોલીસ આ કેસની તપાસ આસપાસના સીસીટીવી ફુટેજ જોતા એક કાર શંકાસ્પદ હાલતમાં મળી અને કારના નંબરની ચકાસણી કરતા આ કાર રાજકોટની હોટેલ પાર્ક ઇનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મેહુલ ચોટલીયાની હોવાનું સામે આવ્યું. મેહુલે હત્યા કરી હોવાની પોલીસને શંકા જતા તેઓએ પુછપરછ શરૂ કરી જેમાં મેહુલ ભાંગી પડ્યો હતો અને આ હત્યા પોતે કરી હોવાની કબૂલાત આપી હતી.

જે લાશ મળી હતી તે એક આશરે 25 વર્ષીય મહિલા અલ્પા ઉર્ફે આઇશા મકવાણાની છે અને તે તેની પત્નિ તરીકે રહેતી હતી અને પોતે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે મેહુલ ચોટલીયાની ધરપકડ કરી છે.

કઇ રીતે ઉકેલાયો હત્યાનો ભેદ ?

પોલીસના કહેવા માનવ કંકાલ બન્યા બાદ આ લાશ કોની છે તે મોટો કોયડો હતો.પોલીસે આ અંગે આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી હતી, ઘટના સ્થળ પરથી એક બેગનું હેન્ડલ મળ્યું હતુ. જેના આધારે શહેરમાં બેગ વેચતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે અંદાજિત 15000 જેટલી કારના નંબરની તપાસ કરીને કારચાલકોની પુછપરછ શરૂ કરી હતી જેમાં GJ 3 KH 3767 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં બે થી ત્રણ વખત પસાર થતી જોવી મળી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ કારના ચાલક મેહુલની પુછપરછ કરતા તેને જે નિવેદન આપ્યું હતું અને જે સ્થળે ગયો હોવાની કબૂલાત આપી હતી. તે સ્થળ સાથે મેહુલનું નિવેદન મળતું ન હતુ. જેના કારણે પોલીસે તપાસ કરતા મેહુલે હત્યા કરીને લાશ અહીં સળગાવી દીધી હોવાની કબૂલાત આપી હતી.

શા માટે કરાઇ હત્યા ?

પોલીસના કહેવા પ્રમાણે મેહુલ અને મૃતક અલ્પા છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્નિની જેમ રહેતા હતા. મેહુલ પર અગાઉ ઇમોરલ ટ્રાફિક હેઠળ ગુનો નોંધાયેલો છે. હોટેલના મેનેજર હોવાને કારણે અલ્પા અમદાવાદથી મેહુલની હોટેલમાં અવારનવાર આવતી હતી જેના કારણે મેહુલ અને અલ્પા વચ્ચે મિત્રતા થઇ હતી, મેહુલના છૂટાછેડા થયા હોવાથી આ બંન્ને પતિ પત્નિની જેમ રહેવા લાગ્યા હતા. મય જતા મેહુલ તેના પિતા અને ભાઇના સોશિયલ મીડિયામાં સ્ટેટસ રાખતો હતો જેના કારણે અવારનવાર મેહુલ અને અલ્પા વચ્ચે ઝઘડો થતો હતો. જેનો ખાર રાખીને ગત 6 ઓક્ટોબરના રોજ મેહુલે અલ્પાની ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ લાશને એક બેગમાં પેક કરીને પડધરી નજીક ખામટા ગામની સીમમાં લાકડાંથી સળગાવી દીધી હતી.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી કવિતા વાયરલ, શું પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ ઠાલવી વેદના ?

હાલ પોલીસે મેહુલની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે મૃતક મહિલાની લાશ અંગેના સાંયોગિક પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે હત્યા પાછળ આ જ કારણ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">