AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: વિધર્મી ક્રિકેટ કોચે કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી, યુવતીએ યુવક સાથે જવાનો કર્યો ઈનકાર

Rajkot: રાજકોટના ચકચારી લવજેહાદના કેસમાં નવો ખૂલાસો થયો છે. વિધર્મી ક્રિકેટ કોચે યુવતીને મેળવવા માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. જેમા યુવતીએ યુવક સાથે જવાની ના પાડતા કોર્ટે અરજી ફગાવી છે.

Rajkot: વિધર્મી ક્રિકેટ કોચે કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી, યુવતીએ યુવક સાથે જવાનો કર્યો ઈનકાર
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:20 PM
Share

Rajkot: થોડા દિવસ પહેલા રાજકોટમાં મહેબુબ બુખારી નામના વિધર્મી ક્રિકેટ કોચે તેની દીકરીને ફસાવી છે અને તેની સાથે દુષ્કર્મ ગુજારે છે તેવો વલોપાત માતા પિતાએ કર્યો હતો અને મીડિયા સામે આવ્યા હતા. એક માતાપિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી. યુવતી છેલ્લા થોડા દિવસોથી તેના ઘરે ન હતી. જેથી માતા પિતાએ મહેબુબ બુખારી તેની દીકરીનું અપહરણ કરીને લઇ ગયો છે તેવી ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી.

આ દરમિયાન યુવતી અચાનક જ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી અને તેના માતાપિતા ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેવું કહીને તે તેની મરજીથી ઘર છોડ્યું હોવાની કબુલાત આપી હતી. આ ઘટના બન્યા બાદ યુવતી નારી સુરક્ષામાં રહી હતી. દરમિયાન વિધર્મી યુવક મહેબુબ બુખારીએ હાઇકોર્ટમાં યુવતીનો કબ્જો લેવા માટે હેબિયર્સ કોપર્સની ફરિયાદ કરી હતી. જો કે ગત 10 તારીખે આ અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

યુવતીએ કોર્ટમાં કહ્યું,મારુ ફોક્સ મારી કેરિયર પર છે.

વિધર્મી યુવક મહેબુબ બુખારીએ હાઇકોર્ટમાં કરેલી અરજીને કારણે પોલીસ યુવતીને લઇને હાઇકોર્ટ પહોંચી હતી. કોર્ટ દ્રારા યુવતીને તેની મરજી પુછવામાં આવી હતી. કોર્ટે યુવતીને પૂછ્યું હતું કે તમે પુખ્ત વયના છો. તમારે ક્યાં રહેવું તેનો નિર્ણય લઇ શકો છો. ત્યારે યુવતીએ કહ્યું હતું કે હું મારા કેરિયર પર ફોક્સ કરવા માંગુ છું. મારે કોઇ સાથે જવું નથી. યુવતીના નિવેદનને ધ્યાનમાં રાખીને કોર્ટે મહેબુબ બુખારી દ્રારા કરવામાં આવેલી અરજીને ફગાવી હતી. સાથે એવું પણ ટીપ્પણી કરી હતી કે મહેબુબ બુખારીએ હેબિયસ કોર્પસ અરજી ક્યાં આધારે કરી છે. આ કેસમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી કે યુવતીને ગેરકાયદેર રીતે ગોંધી રાખી નથી.

મારી દીકરી પર વશીકરણ કરવામાં આવ્યું હતું- યુવતીના માતા

હાઇકોર્ટે આપેલા ચુકાદાને યુવતીના માતાએ આવકાર્યો હતો. સાથે એવું પણ કહ્યું હતું કે મારી દીકરીનું વિધર્મી યુવક દ્રારા વશીકરણ કરવામાં આવ્યું હતું. જે તે સમયે યુવક દ્રારા ધાકધમકી આપીને વકીલે જે કહ્યું તે નિવેદન આપ્યું હતું. અમે સરકારને વિનંતિ કરીએ છીએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. માતાપિતા તેના બાળકને 20 વર્ષના કરે છે પણ માતા પિતાને તેના બાળક પર કોઇ હક નહિ. સરકારે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

આ પણ વાંચો : Rajkot: આયુર્વેદિક પીણાના નામે વેચાતા સીરપથી ખુલ્લેઆમ ચાલતા નશાના કારોબારની ખૂલી પોલ, વાંચો જીવલેણ સીરપ વિશે AtoZ

યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી સરઘસ કાઢો-વિજય વાંક

આ ઘટનામાં સામાજિક આગેવાનો પણ મેદાને હતા.આહિર સમાજના અગ્રણી વિજય વાંકે કહ્યું હતું કે દીકરીને સમજાવતા તેને યુવક સાથે જવાની ના પાડી છે. અમે હજું તેને ફરિયાદ માટે પણ સમજાવીશું. આ ઘટનાને ગંભીરતાથી લઇને પોલીસે વિધર્મી યુવક બુખારી સામે કાર્યવાહી કરવી જોઇએ. તેનું જાહેરમાં સરઘસ કાઢવું જોઇએ જેથી કોઇ વિધર્મી આ રીતે લલચાવી ફોસલાવીને કોઇ યુવતીને ન ફસાવે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">