AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 18 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્પોર્ટ્સ હોસ્ટેલનું હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ, સાંસદ અને મંત્રી નવા બેડમિન્ટન કોર્ટમાં રમ્યા બેડમિન્ટન

Rajkot:રાજ્યના ગૃહરાજ્ય મંત્રી અને હર્ષ સંધવીએ સ્પોર્ટસ્ કોમ્પલક્સનું લોકાર્પણ કર્યુ તેમજ નવી બનેલી સ્પોર્ટસ કોમ્પલેક્સનું પણ લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે તેમણે સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવા વન સ્ટોપ સખી સેન્ટરનું ઊ-ઉદ્દઘાાટન કર્યુ હતુ. આ સાથે હર્ષ સંઘવીએ નવા બનેલા બેડમિન્ટન કોર્ટમાં સાંસદ રામ મોકરિયા સાથે બેડમિન્ટનની ગેમ પણ રમી હતી.

Rajkot: 18 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્પોર્ટ્સ હોસ્ટેલનું હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ, સાંસદ અને મંત્રી નવા બેડમિન્ટન કોર્ટમાં રમ્યા બેડમિન્ટન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 5:09 PM
Share

રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ (Rajkot)ના યુનિવર્સિટી રોડ પર અંદાજિત 18 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કર્યુ હતુ. તેમણે સિવિલ હોસ્પિટલ પરિસરમાં નિર્મિત નવા વન સ્ટોપ સખી સેન્ટરનું પણ ઈ-ઉદ્દઘાટન કર્યુ હતુ. યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ જણાવ્યુ હતુ કે રાજકોટમાં લોકાર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે. ખેલકૂદને(Sports) પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલિસી થકી રાજ્યના યુવાનો મેડિકલ, એન્જિનિયરિંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય રમતો-2022નું માત્ર 90 દિવસના ટૂંકાગાળામાં આયોજન કરીને ગુજરાત એક ઈતિહાસ રચવા જઈ રહ્યુ છે. જેના સાક્ષી બનવાનો આપણને સહુને અવસર મળશે. ભૂતકાળમાં અન્ય રાજ્યોએ રાષ્ટ્રીય રમતોના આયોજન માટે લીધેલા દોઢ-બે-ત્રણ અને સાત-સાત વર્ષની સરખામણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સૌ નાગરિકોએ મળીને 90 દિવસના ટૂંકા ગાળામાં આ રમતો યોજવાની તૈયારી બતાવી છે. જે ખૂબ સરાહનીય બાબત છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ટીમે પ્રાથમિક પરીક્ષણ બાદ ગુજરાતની આ કામગીરીની ખૂબ સરાહના કરી હતી.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય રમતોના સ્વાગત માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજકોટમાં એક જ દિવસમાં બે લાખથી વધુ લોકોની સામેલગીરી સહિત ગુજરાતના ખૂણેખૂણેથી લોકો જોડાયા હતા. 29મી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રમતોને ખુલ્લી મુકશે. જેમા પધારનારા દેશભરના ખેલાડીઓ ગુજરાતના ગરબા માણે તે માટેના પ્રયત્નો કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર પ્રદીપ ડવએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા શહેર, શહેર પોલીસ કમિશનર કલેક્ટર કે.બી. ઠક્કર, નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ અને પાર્થરાજ ગોહિલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ અર્જુનસિંહ રાણા, પ્રાંત અધિકારી ડૉ સંદીપ વર્મા, વિવેક ટાંક અને કે.જી. ચૌધરી જિલ્લા રમત અધિકારી વિરેન્દ સિંહ જાડેજા અને રમા મદ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ નવા બેડમિન્ટન કોર્ટ પર રમતગમત મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલા સાંસદ રામ મોકરિયા સાથે બેડમિન્ટન રમ્યા હતા. સિંગલ અને ડબલ્સ ગેઇમમાં હર્ષ સંઘવીએ સાંસદ રામ મોકરિયા તેમજ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી સામે રમત રમી બાસ્કેટ બોલમાં ગોલ પણ કર્યા હતા.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ બાસ્કેટ બોલ પર હાથ અજમાવી ગોલ કર્યા હતા. મંત્રીએ નવા સંકુલની સુવિધાઓ તેમજ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ સંકુલના પહેલા માળે ટેબલ ટેનિસની રમતમાં મંત્રી સંઘવી અનુભવી ખેલાડીની જેમ રમ્યા હતા અને ચેમ્પિયન ખેલાડીને માત આપી હતી. સ્પોર્ટસ્ હોસ્ટેલના ઉદઘાટનમાં પણ મંત્રીએ વિવિધ સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

ઈનપુટ ક્રેડિટ- રોનક મજિઠિયા- રાજકોટ 

g clip-path="url(#clip0_868_265)">