AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે, એક વર્ષમાં 6500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગાર જેલ હવાલે: હર્ષ સંઘવી

ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રૂપિયા 6500 કરોડના ડ્રગ્સ સાથે 740 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે.

આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે, એક વર્ષમાં 6500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગાર જેલ હવાલે:  હર્ષ સંઘવી
Gujarat Drugs
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 11:41 PM
Share

ગુજરાતના(Gujarat) ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ(Drugs)પકડાયું નથી, પણ ગુજરાત પોલીસની સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે. ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રૂપિયા 6500 કરોડના ડ્રગ્સ સાથે 740 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી.

ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે એમ જણાવી મંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ. એટલું જ નહિ, ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે.

યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું

મંત્રીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાતના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.

g clip-path="url(#clip0_868_265)">