AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ખુશખબર, હવે એઇમ્સમાં થશે ફેફસાં અને હ્રદયને લગતા રોગોનું નિદાન, CPE ટેસ્ટનો પ્રારંભ

Rajkot: રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં પ્રથમવાર CPE ટેસ્ટ પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્ડિયોલપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ દ્વારા શ્વસનતંત્ર અને ફેફસાંને લગતા દર્દીઓના રોગનું નિદાન સરળ બનશે. આ ટેસ્ટ દ્વારા ફેફસાં અને હ્રદયને લગતા રોગોનું સચોટ નિદાન થશે.

Rajkot: ખુશખબર, હવે એઇમ્સમાં થશે ફેફસાં અને હ્રદયને લગતા રોગોનું નિદાન, CPE ટેસ્ટનો પ્રારંભ
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 12, 2023 | 3:20 PM
Share

રાજકોટના પરાપીપીપળીયામાં નિર્માણાધિન ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં પહેલીવાર અદ્યતન મશીન દ્વારા કાર્ડિયોલપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ કરવામાં આવ્યો છે. AIIMSના ડાયરેક્ટર અને પલ્મોનરી વિભાગના હેડ ડૉ. સી.ડી.એસ કટોચ તેમજ અન્ય ડૉક્ટર્સની ટીમની ઉપસ્થિતિમાં આ ટેસ્ટ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ ટેસ્ટની શરૂઆત થતા હવે એઈમ્સમાં ફેફસા અને હ્રદયને લગતા રોગોનું સચોટ નિદાન થશે.

શ્વસનતંત્રને લગતા રોગો અને ફેફસાના દર્દીઓના રોગનું નિદાન સરળ બનશે

રાજકોટ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ ટેલિમેડીસીન સેવાના પ્રારંભ બાદ ઇન્ડોર સેવાનો નજીકના સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પૂર્વે અદ્યતન મશીન ઉપલબ્ધ બનતા શ્વસન તંત્રના રોગોને લગતા અને ફેફસાના દર્દીઓના રોગનું નિદાન કરવું સરળ બનશે.

આ ટેસ્ટ કેટલો ઉપયોગી ?

ડો. કટોચના જણાવ્યા મુજબ વ્યક્તિની કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટ (CPET) નો ઉપયોગ કરવામાં આવે છે. શ્વાસની તકલીફનુ કારણ જાણવા માટે પણ આ ટેસ્ટ ઉપયોગી છે. આ મશીન દ્વારા ટેસ્ટ કરવામાં આવતા કસરત માટે શરીરનો પ્રતિભાવ સામાન્ય છે કે અસામાન્ય છે તે સમજવા માટે હૃદય, ફેફસાં અને સ્નાયુઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી પરથી શ્વાસ લેવામાં તકલીફનું કારણ હૃદય, ફેફસાં અથવા સ્નાયુઓમાં કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવામાં મદદ મળે છે.

કરસતની મર્યાદા સમજી શકાય, હ્રદયરોગનો હુમલો અટકાવી શકાય

આજકાલ કસરત કરતી વખતે કેટલાક લોકોને હૃદયરોગનો હુમલો થવાનું જાણવા મળે છે ત્યારે આ ટેસ્ટ કરાવવાથી હૃદય અને ફેફસાના રોગ ધરાવતા લોકોમાં હૃદય અથવા ફેફસાંને કારણે કસરતમાં કેટલી મર્યાદા છે તે નક્કી કરી શકાય છે. તેમજ રીપોર્ટના આધારે ડૉક્ટર્સ દ્વારા તેમને કસરત અંગે સૂચન કરવાથી વ્યક્તિને હૃદય રોગના હુમલાથી બચાવી શકાય છે.

ટ્રાયલ માટે 23 વર્ષના યુવકનો ટેસ્ટ કરાયો

એઇમ્સમાં CPETનો સૌ પ્રથમ ઉપયોગ કરવા માટે ડિરેક્ટર ડૉ. કટોચ ઉપરાંત ડૉ. સંજય સિંઘલ, ડૉ. કૃણાલ દિઓકર, ડૉ. અનેરી પારેખ સહિત વિવિધ વિભાગના તબીબો હાજર રહ્યા હતા. CPETની  ટ્રાયલ દરમિયાન  23 વર્ષના યુવાનનો ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો

આ પણ વાંચો: Gujarati Video: રાજકોટમાં ઓક્સિજનની વાલ્વ કીટ ફાટતા મચી અફરાતફરી, દર્દીઓના જીવ જોખમમાં મુકાયા

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">