Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં મોતના આંકડાને લઈ કોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો A ટુ Z કાર્યવાહી વિગતવાર
રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી 28 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. જે તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે આ બાદ પોલીસ આ ઘટનામાં નોંધાયેલા ગુના અનુસાર 6 આરોપી માંથી 3 આરોપીને ઝડપી પાડયા છે. જેણે રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જોકે આ દરમ્યાન કોર્ટમાં યુવરાજસિંહ સોલંકી રડી પડ્યો હતો. કોર્ટમાં દલીલ ચાલી અને આ દલીલમાં મોતના આંકડાને લઈને મોટો ખુલાસો થયો છે.

રાજકોટ TRP ગેમ ઝોન જે પૂર્ણપણે ગેરકાયદે ચાલતો હતો. TRP ગેમ ઝોન માટે BU સહિત કોઈપણ મંજૂરી હતી નહીં. મહત્વનું છે કે TRP ગેમ ઝોનનું બાંધકામ પણ સંપૂર્ણ પણે ગેરકાયદે હતું. ગેરકાયદે બાંધકામમાં ગેમઝોનને કારણે 28 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે આ ઘટનાના ઝડપાયેલા આરોપી હવે ખૂલ પડી ચૂક્યા છે. આરોપીને પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટમાં આરોપીને રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે કોર્ટમાં આરોપીને જ્યારે રજૂ કરવાંઆ આવ્યા ત્યારે આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટ રૂમમાં રડી પડ્યો હતો. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં યુવરાજસિંહ રડ્યો. કાર્યવાહીની શરૂઆતમાં જજે આરોપીઓને કડક શબ્દોમાં કહ્યું, “સમગ્ર બાર એસોસિયેશન તમારી વિરુદ્ધમાં છે”
સ્પેશિયલ પી પી એ જજ સમક્ષ મોટું નિવેદન આપ્યું
સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ જજ સમક્ષ દલીલો શરૂ કરી. ત્યારે સ્પેશિયલ પી પી એ જજ સમક્ષ મોટું નિવેદન આપ્યું હતું. મોતનો આંકડો હજુ વધી શકે છે. તેમના કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી કહી રહ્યા. મહત્વનું છે કે તપાસમાં આરોપીઓ યોગ્ય સહયોગ નહીં આપી રહ્યા હોવાની પણ વાત કરી હતી.
Dying declaration માં મહત્વના ખુલાસા
પોતાની મિલકત બચાવવા માટે તેઓ દરવાજો બંધ કરીને જતા રહ્યા હતા. તેમણે કહ્યું આરોપીઓ પાસે કોઈ પુરાવા નથી. તપાસનીશ અધિકારી પૂછે તો કહે છે કે પુરાવા નાશ થઇ ગયા છે. તેમને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા તેની કોઈ માહિતી નથી. જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો આવો ડી ડી માં કોઈ મહિલાએ કહ્યું છે.
વિક્ટિમએ ડી ડી માં કહ્યું કે, કોઈ ફાયર પરમિશન નથી. આરોપીઓ એ 4 મેં ના રોજ એપ્લિકેશન કરી છે અમારું સ્ટ્રક્ચર ઈ રેગ્યુલાઇઝ છે અમને રેગ્યુલાઇઝ કરી આપો.
Trp ગેમ ઝોન સંપૂર્ણ ફેબ્રિકેટેડ છે. કોલ મળ્યા બાદ 5 મિનિટમાં ફાયર બ્રિગેડ પહોચ્યું હતું. મહત્વનું છે કે, વિકેન્ડ હતું વેકેશન સમય છે અને આ દિવસો માટે ખાસ ઓફર પણ આપવામાં આવી હતી છતાં વેલ્ડીંગનું કામ કેમ ચાલતું હતું એ મોટો સવાલ છે.
પરમિશન કરતા વધારે ફી લેવામાં આવતી હતી..
કોર્ટમાં પીપી એ જણાવ્યું કે, એક માત્ર આરોપી યુવરાજસિંહના ચહેરા પર દુઃખ જોવા મળી રહ્યું છે. બાકીના બે આરોપીને કોઈ દુઃખ કે શરમ ન હોય તેવું લાગી રહ્યું છે. એક પણ જાતની મંજૂરી લેવામાં નહોતી આવી તેવું પણ પીપી એ જણાવ્યું છે. માત્ર ટિકિટ બુકિંગ માટે પોલીસની મંજૂરી લેવામાં આવી હતી. તેનો પણ ભંગ થતો હતો. કારણ કે, પરમિશન કરતા વધારે ફી લેવામાં આવતી હતી. આ ઉપર છતમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું તેની બિલકુલ નીચે ફોમના ગાદલાનો થપ્પો પડેલો હતો. જેમાં ઉપરથી વેલ્ડીંગના તણખા સતત પડતા આગ પકડી લીધી હતી. ફોમ માટે તો એક નાનું તણખો પૂરતો છે આગ પકડવા માટે.
શા માટે તાત્કાલિક તંત્રની મશીનરીના ઉપયોગ ?
આ સમગ્ર ઘટનાને લઈ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુની કોર્ટને રજૂઆત કરી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે સળગી ગયેલો ગેમઝોનનું માળખું તાત્કાલિક દૂર કરવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, શા માટે તાત્કાલિક તંત્રની મશીનરીના ઉપયોગથી તાત્કાલિક હટાવવામાં આવી? શું પુરાવાનો નાશ કરવા માટે આટલી તાત્કાલિક માળખું હટાવવામાં આવ્યું? તેમણે કહ્યું કોર્ટમાં વિક્ટિમનો પરિવાર આવી શકે તેમ નથી આવી સ્થિતિ છે. એના બદલામાં રાજકોટ બાર એસોસિએશન ઉભું છે.
પુરાવાનો નાશ કરવા કોશિશ ?
વિક્ટિમ તરફથી બાર એસોસિએશન કોર્ટ સમક્ષ રજુઆત કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર પહેલી ઘટના છે હાઇકોર્ટમાં સૂઓ મોટો દાખલ કરવામાં આવી. ગુજરાતમાં વારંવાર દુર્ઘટના બની રહી છે. આ આગ લાગી તેમાં કોઈ કલમનો ઉમેરોનો રિપોર્ટ નથી કરવામાં આવ્યો. કાટમાળમાંથી લાશ મળી રહી છે. FSL આવ્યા પહેલા કાટમાળ હટાવી પુરાવાનો નાશ કરવા કોશિશ થઈ છ હોવાની પણ રજૂઆત કરવામાં આવી થતી. એજન્સીને આરોપી બનાવી બધું પૂરું કરી દેવામાં આવશે તેવી વાત કરવાંઆ આવી હતી.
કોર્ટમાં થયેલી રજૂઆત અંગે વાત કરવામાં આવએ તો બેરોકટોક ગેરકાયદે ધંધો ચાલે છે તેની પાછળ તંત્રનો હાથ છે આ બંધ કરાવવું જરૂરી છે. બાર એસોસિયેશને જજ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
14 દિવસના રિમાન્ડ મંજૂર
જોકે આ સમગ્ર ઘટનામાં કોર્ટ તરફથી આરોપીઓને વકીલ ફાળવવામાં આવ્યા. બચાવ પક્ષના વકીલની દલીલ તરફ નજર કરવામાં આવે તો વકીલે કહ્યું કે, આ ઘટનામાં તંત્રની બેદરકારી છે. જો તંત્ર આવી બેદરકારી ચલાવે તો લોકો તો આવી ભૂલો કરવાના જ છે. બચાવ પક્ષના વકીલની આ દલીલ પર સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ વાંધો ઉઠાવ્યો. જજે સ્પેશિયલ પીપી ને ટકોર કરી હતી. માત્ર આ ત્રણ લોકોને પકડીને સંતોષ ન માની લેતા. ધ્યાન રાખજો મોટા માથાઓ,અધિકારીઓ રહી ન જય. આ બાદ કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
( વીથ ઈનપુટ – રોનક મજીઠિયા, રાજકોટ )
