Rajkot: તબીબોની સતત બીજા દિવસે હડતાળ, 125થી વધુ ઓપરેશન ટલ્લે ચડ્યા
રાજકોટ જિલ્લાના 350 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે બીજા દિવસે મેડિકલ કોલેજ કેમ્પસમાં તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તબીબોએ કેમ્પસમાં રામધુન બોલાવી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટ (Rajkot) સહિત ગુજરાતભરના સિનિયર તબીબોની (Doctors) હડતાળ (Strike)નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે તબીબો દ્વારા હડતાળ પાડવાને કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો સારવાર કરતા હોવાને કારણે ઓપીડીમાં કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં સિનિયર ડોક્ટરો ફરજ પર હાજર ન હોવાને કારણે ઓપરેશન થિયેટર સૂમસામ જોવા મળી રહ્યા છે.
દૈનિક 100થી 125 ઓપરેશન થાય છે
રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં ઓર્થોપેડિક, આંખ, કાન, ગળા, ગાયનેક વિભાગ, પ્લાસ્ટિક સર્જરી મળીને કુલ 100થી 125 જેટલા ઓપરેશન થાય છે. સૌથી વધારે ઓપરેશન ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગમાં થાય છે. સિનિયર ડોક્ટરોની ગેરહાજરીથી ઓપરેશન થઈ શકતા નથી. ત્યારે બે દિવસથી હડતાળ હોવાને કારણે ઓપરેશન ટલ્લે ચડી રહ્યા છે.
સિનિયર તબીબોએ રામધૂન બોલાવી
રાજકોટ જિલ્લાના 350 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે બીજા દિવસે મેડિકલ કોલેજ કેમ્પસમાં તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તબીબોએ કેમ્પસમાં રામધુન બોલાવી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટના સિનિયર તબીબ ડો.કમલ ડોડિયાએ કહ્યું હતું કે સરકાર અમારી માગને ગંભીરતાથી લેતી નથી. જેથી હડતાળ કરવી પડી રહી છે. વર્ષ 2012થી આ પ્રશ્ન ઉભો છે. કોરોનાના કપરા કાળમાં સરકારે આ તમામ માગ પૂરી કરવા માટે બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી આ માગ સંતોષાય નથી, ત્યારે સરકાર જ્યાં સુધી માગ નહીં સંતોષે ત્યાં સુધી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
મહત્વનું છે કે રાજ્યભરના તબીબો વિવિધ માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે, છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે, તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે જેવી વિવિધ માગ સાથે તબીબો હડતાળ પર છે. જેના કારણે દર્દીઓની સારવાર પર અસર વર્તાઇ રહી છે.
આ પણ વાંચો-
Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો
આ પણ વાંચો-
ગુજરાતના 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહેશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો