ગુજરાતના 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહેશે
હવામાન વિભાગના મતે બુધવારથી એટલે કે 6 એપ્રિલથી લોકોને આકરી ગરમીમાંથી સહેજ રાહત મળશે. બુધવારથી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં (Gujarat) આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન (weather) વિભાગે કરેલી હીટવેવ (Heatwave)ની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધારે 42.6 ડિગ્રી ગરમી નોંધાઈ. તો ગાંધીનગર, ભૂજ, ડીસા સહિત રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરી છે.
સોમવારે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધારે 42.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો ડીસા, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો ભૂજમાં 41.8, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, કંડલામાં 41.3 ડિગ્રી, કેશોદમાં 41 ડિગ્રી તો વિદ્યાનગરમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ગુજરાતના મોટાભાગના શહેરોમાં સૂર્ય દેવતા અગનગોળા વરસાવતા બપોરે માર્ગો પર લોકોની અવર-જવર નહિવત થઈ જાય છે. હવામાન વિભાગના મતે બુધવારથી એટલે કે 6 એપ્રિલથી લોકોને આકરી ગરમીમાંથી સહેજ રાહત મળશે. બુધવારથી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગની હીટવેવની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, કચ્છમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાન આજે પણ 41 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ
Surat: સચીન GIDCમાં થયેલી ગેસ લીકેજ દુર્ઘટના મામલે ત્રણ મહિના બાદ ઉચ્ચ સ્તરે તપાસ શરૂ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ટીમ GIDC પહોંચી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
