Rajkot: રવિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મસેના દ્વારા ધર્મસભાનું આયોજન
હિન્દુ ધર્મ સેનાનો ઉદ્દેશ રાષ્ટ્ર રક્ષા,ધર્મરક્ષા,ગૌ રક્ષા અને સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરશે.આ હિન્દુ ધર્મસેનાનો રાજકોટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ધર્મસેના અમરેલી,જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ભવ્ય સંમેલન સાથે કરશે.
Rajkot: આગામી રવિવારના (SUNDAY) રોજ સાંજના 4-30 વાગ્યે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ (Race Course Ground)ખાતે વિરાટ ધર્મ સંમેલનનું (Virat Dharma Sammelan) આયોજન થવા જઇ રહ્યું છે.આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાય અને પંથના સાઘુ સંતો જેમાં ચાપરડાનાં મુક્તાનંદ બાપુ,સતાધારના વિજયબાપુ,તોરણીયાના રાજેન્દ્રબાપુ,આર્ષ મંદિર મુંજકાના પરમાત્માનંદજી,કનિરામબાપુ અને રામબાપુ સહિતના સંતો તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેવાના છે.આ કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે નૌતમ સ્વામી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મસેના દ્રારા કરવામાં આવ્યું છે.હિન્દુઓને એક કરવાના હેતુથી આયોજિત આ સંમેલનમાં રાજદ્રાર અને ઘર્મદ્રારનો સંગમ જોવા મળશે.હિન્દુ ઘર્મસભાની સાથે સાથે ભવ્ય શાકોત્સવ પણ યોજાશે.
જ્ઞાતિ-જાતિના વાડા દુર કરીને હિન્દુઓને એકત્ર કરવાનો પ્રયાસ
આ અંગે હિન્દુ ઘર્મ સેનાના અધ્યક્ષ ડી.વી રાણાએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મસેનાનું આયોજન પાછળનો હેતુ હિન્દુઓને એક કરવાનો છે.આ કાર્યક્રમમાં જાતિ,જ્ઞાતિ,સંપ્રદાય અને પંથના વાડાઓને છોડીને હિન્દુઓને એકત્ર કરવાનો છે આ સંસ્થા હિન્દુઓને સંગઠિત કરવા માટે કામ કરશે.ડી.વી રાણાએ વધુમાં વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરી છે.
ધર્મદ્વાર અને રાજદ્વારનો સંગમ થશે
આ કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ ધર્મસભાના ભક્તિ સ્વામીએ કહ્યું હતું કે કોઇપણ સમાજમાં ધર્મદ્વાર અને રાજદ્વાર એકબીજા વગર ચાલી શકતા નથી.ધર્મદ્રાર વગર રાજદ્રાર અઘુરો છે તે માટે જ ઘર્મના આ સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેશે અને આ સંમેલનમાં ધર્મદ્વાર અને રાજદ્વારનો સંગમ જોવા મળશે.આ રવિવારે સી આર પાટીલનો જન્મદિવસ પણ છે ત્યારે તેમના આગમન વચ્ચે તેઓનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવાશે અને આ કાર્યક્રમમાં 67 સંસ્થાઓ તેમનું સન્માન કરશે,
અલગ અલગ જિલ્લામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાશે
હિન્દુ ધર્મ સેનાનો ઉદ્દેશ રાષ્ટ્ર રક્ષા,ધર્મરક્ષા,ગૌ રક્ષા અને સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરશે.આ હિન્દુ ધર્મસેનાનો રાજકોટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ધર્મસેના અમરેલી,જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ભવ્ય સંમેલન સાથે કરશે.
આ પણ વાંચો : PM MODI રાજભવનથી GMDC ખાતે પહોંચ્યા, “મારું ગામ, મારું ગુજરાત” થીમ પર ગુજરાત પંચાયત સરપંચ સંમેલન
આ પણ વાંચો : Vadodara : બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો, જાણો વિગતો