PM MODI રાજભવનથી GMDC ખાતે પહોંચ્યા, મારું ગામ, મારું ગુજરાત થીમ પર ગુજરાત પંચાયત સરપંચ મહાસંમેલન

PM MODI રાજભવનથી GMDC ખાતે પહોંચ્યા, “મારું ગામ, મારું ગુજરાત” થીમ પર ગુજરાત પંચાયત સરપંચ મહાસંમેલન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 5:14 PM

PM MODI ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરવા જઈ રહ્યા છે. સરપંચો સહિત 1.50 લાખ કાર્યકરોને માર્ગદર્શન આપશે. ‘મારુ ગામ, મારુ ગુજરાત’ થીમ પર સરપંચ સંમેલન યોજાયું છે. થોડીવારમાં PM મોદી  સરપંચો તેમજ લાખો કાર્યકરોને માર્ગદર્શન આપવા GMDC ગ્રાઉંડ પહોંચશે.

વડાપ્રધાન મોદી (PM MODI IN GUJARAT) ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવ્યા છે. વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક લાંબો રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં લાખો લોકોએ PM MODIનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કમલમમાં (KAMALAM) ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં (Gujarat Panchayat Maha Sammelan) જશે. જેને લઈ GMDC ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી રાજ ભવનથી નીકળીને કાર્યક્રમમાં આવવા રવાના થઈ ગયા છે.

“મારું ગામ, મારું ગુજરાત” થીમ પર ગુજરાત પંચાયત સરપંચ સંમેલન

PM MODI ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરવા જઈ રહ્યા છે. સરપંચો સહિત 1.50 લાખ કાર્યકરોને માર્ગદર્શન આપશે. ‘મારુ ગામ, મારુ ગુજરાત’ થીમ પર સરપંચ સંમેલન યોજાયું છે. થોડીવારમાં PM મોદી  સરપંચો તેમજ લાખો કાર્યકરોને માર્ગદર્શન આપવા GMDC ગ્રાઉંડ પહોંચશે. અને મોદીના આગમનને લઇને જીએમડીસી મેદાનમાં કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કમલમમાં પીએમ મોદીએ ભાજપ નેતાઓને 40 મિનિટ પ્રવચન આપ્યું

કમલમ પહોંચેલા પીએમ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

 

આ પણ વાંચો : Gandhinagar: કમલમમાં PM MODIની ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ, મોદી રાજભવન જવા રવાના, સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક

આ પણ વાંચો : Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

Published on: Mar 11, 2022 04:22 PM
g clip-path="url(#clip0_868_265)">