Vadodara : બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો, જાણો વિગતે
અમૂલ ગોલ્ડના 5 લીટર પાઉચના 290 રૂપિયા હતા જેમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે 300 રૂપિયા ચૂકવવા પડશે.અમૂલ તાજા 1 લીટરના 46 રૂપિયા હતા.જેમાં લીટરે બે રૂપિયા વધારતા હવે 48 રૂપિયા ચૂકવવા પડશે. તો અમૂલ તાજાના 6 લીટર પાઉચના 250 રૂપિયા હતા તેમાં 23 રૂપિયાનો વધારો કરતા હવે 273 રૂપિયા ચૂકવવા પડશે
મોંઘવારી વચ્ચે બરોડા ડેરી(Baroda Dairy) એ દૂધના ભાવ(Milk Price) વધારતા વડોદરાની જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું છે. પેટ્રોલ, ડીઝલ તેમજ પરિવહનના(Transport) ખર્ચમાં વધારો થતાં દૂધના ભાવ વધાર્યાનું ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે નવો ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે. અમૂલ ગોલ્ડના 500 મિલી સિવાય અન્ય પ્રોડક્ટના ભાવ વધારવામાં આવ્યા છે..અમૂલ ગોલ્ડના 500 ગ્રામ પાઉચના 30 રૂપિયા યથાવત રખાયા છે.ડેરીએ અમૂલ ગોલ્ડના પાંચ લીટર પાઉચ, અમૂલ તાજાના 6 લીટર પાઉચ, અમૂલ ગાયના 500 મિલી દૂધના પાઉચના ભાવમાં વધારો કર્યો છે.નવા ભાવની વાત કરીએ તો અમૂલ ગોલ્ડના 5 લીટર પાઉચના 290 રૂપિયા હતા જેમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે 300 રૂપિયા ચૂકવવા પડશે.અમૂલ તાજા 1 લીટરના 46 રૂપિયા હતા.જેમાં લીટરે બે રૂપિયા વધારતા હવે 48 રૂપિયા ચૂકવવા પડશે. તો અમૂલ તાજાના 6 લીટર પાઉચના 250 રૂપિયા હતા તેમાં 23 રૂપિયાનો વધારો કરતા હવે 273 રૂપિયા ચૂકવવા પડશે.
અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ 500 મિલી પાઉચના 20 રૂપિયા હતા..તેમાં 1 રૂપિયો વધારતા હવે 21 રૂપિયા ચૂકવવા પડશે.જ્યારે અમૂલ ગાયના પ્રતિ લીટર દૂધમાં બે રૂપિયા વધારાયા છે.જેથી હવે તેની લીટર દીઠ 48ની જગ્યાએ 50 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો : Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું
આ પણ વાંચો : જામનગર જિલ્લામાં નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા અન્ય 27 કામો માટે અંદાજિત રૂ. 170. 799 લાખની મંજુરી અપાઈ