Rajkot ડેરીને મળશે મોટી ભેટ,પનીર પ્લાન્ટની સ્થાપના માટે ચેરમેન દિલ્હીના પ્રવાસે
રાજકોટ ડેરીના ચેરમેન દ્રારા દિલ્હી ખાતેની મુલાકાત દરમિયાન સાંસદ રમેશ ધડુક અને સાંસદ પૂનમબેન માડમની પણ મુલાકાત લીધી હતી.રાજકોટ ડેરીના વિકાસના કામો અને આગામી દિવસોમાં પનીર પ્લાન્ટને લઇને સવિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.રાજકોટ ડેરી સૌરાષ્ટ્રની સૌથી મોટી ડેરી છે.
ગુજરાતમાં(Gujarat)રાજકોટ જિલ્લા દૂધ સહકારી સંઘ એટલે કે રાજકોટ ડેરીમાં(Rajkot Dairy) પનીર પ્લાન્ટ (Paneer plant)સ્થાપવા માટેની હિલચાલ ચાલી રહી છે.અમૂલ દ્રારા રાજકોટ ડેરીમાં પનીર પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી પરંતુ ગ્રાન્ટને લઇને આ પ્લાન્ટ શરૂ થઇ નથી.રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દિલ્હી ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રીની મુલાકાત લીધી હતી અને પનીર પ્લાન્ટ માટે આગળની પ્રક્રિયા હાથ ધરી હતી.પનીર પ્લાન્ટની સ્થાપના માટે કેન્દ્ર સરકાર તરફથી 60 ટકા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જેને લઇને જ ગોરધન ધામેલિયા દ્રારા કેન્દ્રીય પશુપાલન મંત્રીને રજૂઆત કરી હતી.પનીર પ્લાન્ટની સ્થાપના માટે 60 ટકાની ફાળવણી કરવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂરી કરવા માટે વિનંતી કરી હતી.
સાંસદ રમેશ ધડુક અને પુનમ માડમની પણ મુલાકાત કરી
રાજકોટ ડેરીના ચેરમેન દ્રારા દિલ્હી ખાતેની મુલાકાત દરમિયાન સાંસદ રમેશ ધડુક અને સાંસદ પૂનમબેન માડમની પણ મુલાકાત લીધી હતી.રાજકોટ ડેરીના વિકાસના કામો અને આગામી દિવસોમાં પનીર પ્લાન્ટને લઇને સવિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.રાજકોટ ડેરી સૌરાષ્ટ્રની સૌથી મોટી ડેરી છે.
પાટીલના કુપોષણમુક્ત ગુજરાતમાં રાજકોટ ડેરીએ સહયોગ આપવા તૈયારી દર્શાવી
કુપોષણમુક્ત ગુજરાત બને તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્રારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા દ્રારા સી આર પાટીલને રૂબરુ મળીને આ ઝુંબેશમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.રાજકોટ ડેરી દ્રારા જિલ્લા કલેક્ટર અને ડીડીઓના સહયોગથી બાળકોને વિનામૂલ્યે દૂધ આપવાની તૈયારી દર્શાવી છે.
દરરોજ 30 લાખ લિટર જેટલું દૂધ એકત્ર
હાલ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 10 જેટલી દૂધ મંડળીઓ દરરોજ 30 લાખ લિટર જેટલું દૂધ એકત્ર કરે તેમાંથી 15 લાખ લિટર જ દૂધ, દહીં, છાસ અને ઘી બનાવવા માટે વાપરી શકે છે. જ્યારે બાકીનું 15 લાખ લિટર દૂધ ગાંધીનગર ડેરીમાં મોકલવામાં આવે છે. જ્યાં GCMMF આ દૂધનો ઉપયોગ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ જુદી જુદી દૂધની બનાવટો બનાવવા માટે કરે છે.
આ પણ વાંચો : Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો
આ પણ વાંચો : Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો