Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: કોંગ્રેસે મોંઘવારીના વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગી, પોલીસે આ કારણ જણાવી મંજુરી ન આપી

ભાજપ સરકારના રાજમાં સતત મોંઘવારી વધતી જઇ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. છેલ્લા થોડા દિવસથી વિવિધ કાર્યક્રમો આપી કોંગ્રેસ વિરોધ (Protest) પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા મોંધવારી સામે વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગવામાં આવી હતી.

Rajkot: કોંગ્રેસે મોંઘવારીના વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગી, પોલીસે આ કારણ જણાવી મંજુરી ન આપી
congress (Symbolic image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 08, 2022 | 3:03 PM

દેશભરમાં પેટ્રોલ- ડીઝલ, શાકભાજી, કઠોળ સહિતની ચીજ વસ્તુઓ કિંમતો બેકાબૂ બની રહી છે. મોંઘવારી (Inflation) રોજે રોજ વધી રહી છે. જેના કારણે સામાન્ય જનતા માટે હવે ઘર ચલાવવુ પણ અઘરુ થઈ રહ્યુ છે. ત્યારે ભાજપ સરકારના રાજમાં સતત મોંઘવારી વધતી જઈ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. છેલ્લા થોડા દિવસથી વિવિધ કાર્યક્રમો આપી કોંગ્રેસ મોંઘવારી મુદ્દે વિરોધ (Protest) પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા 8 એપ્રિલના રોજ મોંધવારી સામે વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગવામાં આવી હતી. જો કે પોલીસે કોરોના સંક્રમણનું બહાનું બતાવીને આ મંજૂરી ન આપતા કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે આક્ષેપો કર્યા હતા.

ધરણાં પ્રદર્શનમાં લોકો એકઠા થાય તો કોરોના સંક્રમણનો ભય રહે-પોલીસ

હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને રાજ્ય સરકારે પણ જાહેર કાર્યક્રમોમાં માણસોના એકઠા થવાની સંખ્યામાં છુટછાટ આપી છે. જો કે રાજકોટમાં કોંગ્રેસે ધરણાં પ્રદર્શન માટે માગેલી અરજીના જવાબમાં પોલીસે લેખિતમાં જણાવ્યુ કે ધરણાં પ્રદર્શનમાં લોકો એકઠાં થાય તેવી શક્યતા છે. તેના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય રહે છે. જેથી આ મંજૂરી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

IPL જોવાથી જલદી ખતમ નહીં થાય તમારો ડેટા ! આ સેટિંગ્સ કરી લો ચાલુ
આજનું રાશિફળ તારીખ : 23-03-2025
IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ

ભાજપના કાર્યક્રમો થાય,કોંગ્રેસના કાર્યક્રમોમાં કોરોના નડે?-મહેશ રાજપૂત

આ અંગે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે કહ્યું હતું કે, અમે ધરણાંના કાર્યક્રમ માટે 30 માર્ચે મંજૂરી માગી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેવાના હતા. ગુજરાતમાં ભાજપની રેલીઓ થાય અને માધુપુરમાં મેળો થાય ત્યાં કોરોના સંક્રમણ ન ફેલાય, પરંતુ કોંગ્રેસની રેલીમાં કોરોના નડે, તે ક્યાં પ્રકારનો કાયદો અને વ્યવસ્થા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસ ભાજપના કાર્યકર તરીકેનું કામ કરે છે. કોંગ્રેસને મંજૂરી ન મળતા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો-Ahmedabad: પીરાણાનો કચરાનો ડુંગર કોર્પોરેશનને કરાવી રહ્યો છે કરોડોની કમાણી, અત્યાર સુધીમાં 13 કરોડની આવક થઇ

આ પણ વાંચો-Kutch જિલ્લા પાણી સમિતિની બેઠક મળી, વિધાનસભા અધ્યક્ષે લોકોને પૂરતુ પાણી મળે તેની વ્યવસ્થા જાળવવા સૂચન કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">