Ahmedabad: પીરાણાનો કચરાનો ડુંગર કોર્પોરેશનને કરાવી રહ્યો છે કરોડોની કમાણી, અત્યાર સુધીમાં 13 કરોડની આવક થઇ

Ahmedabad: પીરાણાનો કચરાનો ડુંગર કોર્પોરેશનને કરાવી રહ્યો છે કરોડોની કમાણી, અત્યાર સુધીમાં 13 કરોડની આવક થઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:01 AM

પીરાણા ડમ્પ સાઈટ (Pirana Dump Site) ખાતેથી બાયોમાઇનિંગ પદ્ધતિ દ્વારા કચરો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના દ્વારા 52 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવા આવ્યો છે.

અમદાવાદ (Ahmedabad)માં પીરાણાનો કચરાનો ડુંગર કોર્પોરેશનને કરોડોની કમાણી કરાવી રહ્યો છે. પીરાણા ડમ્પ સાઈટ પરથી નિકળતી માટી અલગ અલગ પ્રોજેક્ટમાં અપાતા, કોર્પોરેશનને (AMC) 13 કરોડની આવક થઈ છે. તો પુરાણ માટે પણ આ માટીનો શહેરમાં અલગ અલગ સ્થળે ઉપયોગ થઈ રહ્યો છે. પીરાણા ડમ્પ સાઈટ (Pirana Dump Site) ખાતેથી બાયોમાઇનિંગ પદ્ધતિ દ્વારા કચરો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના દ્વારા 52 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી 30 લાખ મેટ્રિક ટન માટી નીકળી છે. આ માટીમાંથી એએમસીને 13 કરોડની આવક થઈ છે.

અમદાવાદમાં આવેલો પીરાણા કચરાનો ડુંગર કોર્પોરેશન માટે કમાઉ સાબિત થયો છે. આ ડુંગરમાંથી નિકળેલી માટી વેચીને કોર્પોરેશનને 13 કરોડ રૂપિયાની આવક થઈ છે. ડમ્પ સાઈટ પરથી અત્યારે દરરોજ 1 હજાર મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ડમ્પ સાઇટની 35 એકજ જમીન ખુલ્લી કરવામાં આવી છે. આમ પીરાણા ડમ્પ સાઈટમાંથી કોર્પોરેશનને આર્થિક ફાયદો થઇ રહ્યો છે.

આ માટી અત્યાર સુધીમાં અલગ અલગ પ્રોજેક્ટમાં અપાઈ છે. જેમાં ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે 4 લાખ મેટ્રિક ટન માટી અપાઈ છે. જેમાંથી એએમસીને 3 કરોડની આવક થઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે પુરાણ કરવા એએમસીએ પીરાણા ડુંગરમાંથી 10 લાખ મેટ્રિક ટન માટી આપી છે. જેમાંથી એએમસીને 10 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત એએમસીના ગાર્ડન વિભાગ અને કોર્પોરેશનના પ્લોટમાં માટીના પુરાણ માટે પણ માટી આપવામાં આવી. તો આગામી દિવસોમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂ થયા બાદ એએમસીને કચરાના ડુંગરમાંથી કરોડોની આવક થશે.

આ પણ વાંચો-

સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc-2020 મેડલની જાહેરાત, પંચમહાલ જિલ્લાના 4 પોલીસ કર્મચારીઓની પસંદગી

આ પણ વાંચો-

Amul એ દૂધ બાદ હવે બટરના ભાવમાં પણ વધારો કર્યો, કિલોએ 20 રૂપિયાનો વધારો ઝીંકાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 08, 2022 06:41 AM
g clip-path="url(#clip0_868_265)">